Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લક્ષ્મીનગર - રામાપીર ચોકડી - પુષ્કર ધામ સહિતના વિસ્તારમાંથી ૨૨ રેંકડી - કેબીનના દબાણો હટાવાયા

૧૪૪ કિલો શાકભાજી - ફળો - ઘાસચારો જપ્ત : ૧.૫૮ લાખનો દંડ : દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૧૪૪ કિલો શાકભાજી - ફળો - ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરી ૧.૫૮ લાખનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા. ૫ થી ૯ સપ્ટેમ્બર સુધીમાં શહેરના રસ્તા પર નડતર ૧૪ રેંકડી-કેબીનો લક્ષ્મીનગર હો.ઝોને, રામાપીર ચોકડી, પુષ્કરધામ રોડ, નાના મોવા રોડ, બાબરીયા રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૮ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબેલી શાક માર્કેટ, બાબરીયા મેઈન રોડ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૪ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી શાક માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૩૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ. ૧,૫૮,૨૦૦ વહીવટી ચાર્જ રેયા રોડ, નાના મોવા ચોક, જામનગર રોડ, ઢેબર રોડ, આનંદ બંગલા ચોક, જયુબેલી, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, સંત કબીર રોડ, આશ્રમ રોડ, યુનિ.રોડ, શનિવારી માર્કેટ, એસ.કે.ચોક, કાલાવાડ રોડ, ૧૫૦ ફૂટ રોડ, જામનગર રોડ, જંકશન રોડ, યાજ્ઞિક રોડ, દોષી હોસ્પિટલ, મોડલ રોડ, કરણસિંહજી રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૧૨ હોકર્સ ઝોન સંત કબીર રોડ, ધરાર શાકમાર્કેટ, ગોવિન્દબાગ શાકમાર્કેટ, કોઠારીયા રોડ હો.ઝોન, મોરબી જકાતનાકા હો.ઝોન, પેડક રોડ હો.ઝોન, આજી GIDC, માંડા ડુંગર હો.ઝોન, ધરાર શાકમાર્કેટ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.(૨૧.૨૯)

(3:45 pm IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST