Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સ્વામિનારાયણ ભગવાનનો ૧૮૯મો અંતર્ધ્યાન દિવસ

રાજકોટઃ આજે તા. ૧ર ને બુધવારના રોજ સ્વામિનારાયણ ભગવાનના ૧૮૯ નો અંતર્ધાન દિવસે રાજકોટ ગુરૂકુલમાં શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧પ૦૦ કિલો કેરીની હાટડી પુરવામાં આવેલ આ કેરી અનાથ આશ્રમ, ગરીબ લોકો તથા વિકલાંગ લોકોને સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(3:44 pm IST)
  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST