Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

દારૂની પરમીટ ૩ વર્ષે રીન્યુ થતી હવે ૧ વર્ષે કરવાનીઃ આમાં ખર્ચા વધી જશેઃ કલેકટરને આવેદન

૪ને બદલે ૧યુનિટ અપાશે તો દવા તરીકે ઉપયોગ લેનાર હેરાન થશે

રાજકોટ, તા.૧૩: રેલ્વે સ્ટેશન સામે એન્જોય હોટલના સંચાલક જગદીશસિંહ ગોહેલે કલેકટરને આવેદન પાઠવી પરમીટ ધારકને અત્યાર સુધી ૪-યુનિટ આપવામાં આવતા હતા અને હવે ૧-યુનિટ આપશે તો વ્યકિતને એક યુનિટ એટલે ૭૫૦ મીલી દારૂ એક મહિનો કઇ રીતે દવા તરીકે ઉપયોગ કરવાનો ૩૦ દિવસનો મહિનો તો રોજના ૨૦ મીલી થાય તેમ રજુઆત કરી હતી.

આ આવેદનમાં જણાવેલ કે દારૂની પરમીટ હેલ્થ પરમીટ રોજ પીવાની જરૂરીયાતવાળાને આપવામાં આવે છે. હવે ૧-યુનિટ જ આપવામાં આવશે તો પરમીટના દારૂનું ઉપયોગીતા શું? અત્યાર સુધી જે જુની પરમીટ ધારકો ૪-યુનિટ ધરાવતા હતા તેને ૧-યુનિટ આપશે તો કોણ પરમીટ લેશે અને શું ઉપયોગ કરવો.

પરમીટ ધારકોને અત્યાર સુધી ૩ વર્ષ પરમીટ રીન્યુ કરી આપવામાં આવતી હતી હવે ૧-વર્ષ માટે કરી આપશે તો પરમીટ ધારકે દર વર્ષે પરમીટ રીન્યુ કરવાના ખર્ચા કરવાના થશે. યોગ્ય કરવા વિનંતી.

(3:46 pm IST)
  • છેલ્લા તબક્કાનું ૧૧% મતદાન બાકી રહ્યું : ૧૯ મીએ ૫૯ બેઠક માટે વોટિંગઃ દેશભરમાં ૬ તબક્કાનું મતદાન પુરૂ થયું છે. આ સાથે ૮૯્રુ બેઠકો ઉપર મતદાન પૂરું થયું છે. હવે ૨૩ મીએ મતગણત્રી પહેલા ૧૯ મીએ ૫૯ બેઠકો ઉપર મતદાન બાકી રહ્યું છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૪૮૪ બેઠકો ઉપર વોટિંગ પૂર્ણ થયું છે. હવે સહુની નજર ૨૩મી મે ઉપર મંડાયેલી છે.. access_time 11:33 am IST

  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST

  • વડોદરાના પોલીસ કર્મી વિરુદ્ધ જોઈન્ટ સીપીએ કર્યો આદેશ: જી.બી.પરમારે ફેસબુક માં કરી પોતાની પોસ્ટ ડીલીટ: કોન્સ્ટેબલે સોશિયલ મિડિયામાં લખ્યું હતું હું જૂનાગઢ હોત તો ખબર પડત : જોઈન્ટ સીપી દ્વારા કોન્સ્ટેબલની બદલી કરી નાખવામાં આવી access_time 8:11 pm IST