રાજકોટ
News of Monday, 13th May 2019

દારૂની પરમીટ ૩ વર્ષે રીન્યુ થતી હવે ૧ વર્ષે કરવાનીઃ આમાં ખર્ચા વધી જશેઃ કલેકટરને આવેદન

૪ને બદલે ૧યુનિટ અપાશે તો દવા તરીકે ઉપયોગ લેનાર હેરાન થશે

રાજકોટ, તા.૧૩: રેલ્વે સ્ટેશન સામે એન્જોય હોટલના સંચાલક જગદીશસિંહ ગોહેલે કલેકટરને આવેદન પાઠવી પરમીટ ધારકને અત્યાર સુધી ૪-યુનિટ આપવામાં આવતા હતા અને હવે ૧-યુનિટ આપશે તો વ્યકિતને એક યુનિટ એટલે ૭૫૦ મીલી દારૂ એક મહિનો કઇ રીતે દવા તરીકે ઉપયોગ કરવાનો ૩૦ દિવસનો મહિનો તો રોજના ૨૦ મીલી થાય તેમ રજુઆત કરી હતી.

આ આવેદનમાં જણાવેલ કે દારૂની પરમીટ હેલ્થ પરમીટ રોજ પીવાની જરૂરીયાતવાળાને આપવામાં આવે છે. હવે ૧-યુનિટ જ આપવામાં આવશે તો પરમીટના દારૂનું ઉપયોગીતા શું? અત્યાર સુધી જે જુની પરમીટ ધારકો ૪-યુનિટ ધરાવતા હતા તેને ૧-યુનિટ આપશે તો કોણ પરમીટ લેશે અને શું ઉપયોગ કરવો.

પરમીટ ધારકોને અત્યાર સુધી ૩ વર્ષ પરમીટ રીન્યુ કરી આપવામાં આવતી હતી હવે ૧-વર્ષ માટે કરી આપશે તો પરમીટ ધારકે દર વર્ષે પરમીટ રીન્યુ કરવાના ખર્ચા કરવાના થશે. યોગ્ય કરવા વિનંતી.

(3:46 pm IST)