Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી સાકીર દારૂની ૧૦ બોટલ સાથે પકડાયો

 

રાજકોટ તા. ૧૩: શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક બી ડીવીઝન પોલીસે દરોડો પાડી દારૂની ૧૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ડામોર સહિતે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક દરોડો પાડી રૂ. ૪૦૦૦ની કિંમતની દારૂની બોટલ સાથે સાકીર રફીકભાઇ કડીવાલા (ઉ.વ. ર૦) (રહે. જંગલેશ્વર શેરી નં. ૭) ને પકડી લઇ મોબાઇલ તથા બાઇક મળી રૂ. ર૪,પ૦૦ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

દેશી દારૂના દરોડામાં ચાર પકડાયા

નાનામવા રોડ મેઘમાયાનગરમાં માલવીયાનગર પોલીસે રૂ. ૧૬૦ના દેશી દારૂ સાથે નીતીન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.ર૭) (રહે. સોમનાથ સોસાયટી શેરી નં. ૩) ને, પ્ર.નગર પોલીસે સંતોષીનગર મફતીયાપરામાંથી ભુપત જવાભાઇ ઉધરેજીયા (ઉ.વ. ૩૭) ને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે, ગોંડલી રોડ પરીન ફર્નિચર પાછળથી તાલુકા પોલીસે રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે યુસુફ ઉર્ફે સુલતાન મહેબુબભાઇ ચૌહાણ (ઉ.વ.ર૭) (રહે. રસુલપરા શેરી નં. ૧) ને દોઢસો ફુટ રોડ પર એસ.આર.પી. કેમ્પ પાસેથી યુનિવર્સિટી પોલીસે સદામ કચુભાઇ તૈલી (ઉ.વ.રપ) ને રૂ. ર૮૦ના દેશી દારૂ સાથે પકડી લીધો હતો.

(4:32 pm IST)