Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

શહેરનો વિસ્તાર વધતા તેની અસર જિલ્લા પંચાયતના સીમાંકન પર થશે

ગ્રામ્ય વિસ્તારનો રાજકીય નકશો બદલાશે

રાજકોટ, તા., ૧રઃ ગઇકાલે મેયરે શહેરની હદ વધારવાની જાહેરાત કરતા તેની સીધી અરસ રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતના સીમાંકન અને રાજકીય સમીકરણો ઉપર આવશે. જાહેર કર્યા મુજબના ગામડાઓ શહેરમાં ભળે તો તેટલો ભાગ તાલુકા અને જિલ્લામાંથી ઓછો થશે જેના કારણે ત્યાની બેઠકોના નકશા પણ બદલાશે.

માધાપર, મનહરપર-૧, મોટામવા, ઘંટેશ્વર અને મુંજકા ગામને રાજકોટમાં ભેળવવાનો નિર્ણય જાહેર થયો છે. આ પાંચેય ગામ હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે છે. જો તે રાજકોટ શહેરમાં આવી જાય તો તાલુકા-જિલ્લામાંથી તેટલો ભાગ ઓછો થશે. તેના કારણે ત્યાના નકશા બદલાશે. શહેરની હદ વધારવાથી તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ બેઠકના સીમાંકન અને જ્ઞાતિગત રોટેશનમાં ફેરફાર આવે તેવા એંધાણ વર્તાઇ છે. આ અંગે પંચાયત વિભાગ દ્વારા કાર્યવાહી થશે.

(3:48 pm IST)