Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સાત હનુમાન સામે સાંજે ટોળા વચ્ચે ધમાલઃ હવામાં ફટાકડા જેવા અવાજ?

સરકારી ખરાબા માટેનો ડખ્ખો હોવાની અને ઘરમેળે ડખ્ખાની પતાવટ થયાની ભારે ચર્ચા

રાજકોટ તા. ૧૨: શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાનની સામેના ભાગે સરકારી ખરાબાની જગ્યામાં બુધવારે સાંજે ટોળુ ભેગુ થયા બાદ ભારે ચડભડ પછી એક બીજા સામે આવી જતાં વાત વણસી ગયાની ભારે ચર્ચા જાણકારોમાં થઇ રહી છે. સરકારી ખરાબાની જમીન મામલે આ ડખ્ખો થયો હોવાનું જાણકારોમાં ચર્ચા થતી હતી. ઉગ્ર બોલાચાલી થઇ જતાં એક જૂથે  મોટા માથામાં ગણતરી થાય છે તેવા કોઇને બોલાવતાં તેણે ડખ્ખો પોલીસ સુધી પહોંચે એ પહેલા થાળે પાડી દીધાનું પણ કહેવાય છે. માથાકુટ વખતે હવામાં ફટાકડા ફૂટ્યા હોય તેવા અવાજો થયાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જો કે આ મામલે પોલીસ સુધી વાત પહોંચી નથી. ઘરમેળે જ બંને જૂથે બધુ શાંત પાડી દીધાનું કહેવાય છે.

(1:30 pm IST)