Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

રાજકોટ રૂરલ એલસીબી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડ વોન્‍ટેડ ૩ આરોપીઓને ઝડપી લીધા

ઉપલેટાના દહેજધારા, ગોંડલના છેતરપીંડી તથા ધોરાજીના એનડીપીએસના ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાયા

રાજકોટ, તા. ૧૩ :  જીલ્લાના અલગ અલગ ત્રણ પોલીસ મથકા ત્રણ વોન્‍ટેડ આરોપીઓને રૂરલ એલસીબી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડ ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ આગામી વિધાનસભા ચુંટણી અન્‍વયે નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરતા રૂરલ એલસીબીના વી.વી. ઓડેદરા ની રાહબરી હેઠળ પો. સબ. ઇન્‍સ. એચ.સી. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. ડી.જી. બડવા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફના માણસો સાથે ગોંડલ ડીવીઝન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન મળેલ હકિકતના આધારે ઉપલેટા દહેજધારા ગુન્‍હાના કામે નાશતા ફરતા આરોપી હેમંત ઉર્ફે હમીર લક્ષ્મણભાઇ કનારા રહે. મુ. શીવા તા. ભાણવડ જી. દેવભૂમિ દ્વારકાને ગોંડલના ગોમટા ચોકડી પાસેથી બોચી લઇ ઉપલેટા પોલીસને હવાલે કર્યો હતો.

તેમજ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ ડીવીઝન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન મળેલ હકિકતના આધારે ગોંડલ સીટીના છેતરપીંડીના ગુન્‍હાના કામે નાશતા ફરતા આરોપી આશીષ જીતેન્‍દ્રભાઇ ખખ્‍ખર (ઉ.વ.૩૦) રહે. હાલ અમદાવાદ સતાધાર ચાર રસ્‍તા સ્‍વાગત સોસાયટી બ્‍લોક નં. ર૯ મુળ ગોંડલ પંચવટી સોસાયટી પંચમુખી હનુમાનજી મંદિર સામેને ભુણાવા ચોકડી પાસેથી પકડી પાડી ગોંડલ પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.વી. ઓડેદરા, પો. સબ. ઇન્‍સ. એચ.સી. ગોહીલ, પો. સબ. ઇન્‍સ. ડી.જી. બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પ. હેડ કોન્‍સ જયેન્‍દ્રસિંહ વાઘેલા, નરેન્‍દ્રસિંહ રાણા, મહિપાલસિંહ જાડેજા અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા ઘનશ્‍યામસિંહ જાડેજા રોકાયા હતા.

તેમજ રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડએ ધોરાજી પોસ્‍ટેના એનડીપીએસ કલમ ર૦ (બી) મુજબનાગુન્‍હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઇકબાલ-નૈયરબલી ઉર્ફે નઝીરઅલી સૈયદ રહ-ચીખલી ફૂડ ખાડા હાલ રહે-સુરત વાળો નવસારી ટોલનાકા ઉપરથી પસાર થવાનો હોવાની ચોક્કસ હકિકતના આધારે તાત્‍કાલીક સ્‍થળ પર પહોંચી તપાસ મળી આવતા. જેથી વધુ તપાસ અર્થે મજકુરને હસ્‍તગત કરી આગળની તપાસ શરૂ ધોરાજી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડના પો. સબ. ઇન્‍સ. ડી.પી. ઝાલા/ એ.એસ.આઇ. મહદભાઇ ચૌહાણ, હેડ કોન્‍સ. વિરરાજભાઇ ધાધલ, પો. કોન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકી, રિયાઝભાઇ ભિપીત્રા, અબ્‍બાસભાઇ ભારમલ, ડ્રા. પો. કોન્‍સ. દિલીપસિંહ જાડેજા તથા વિરમભાઇ સામૈયા રોકાયા હતા.

(3:46 pm IST)