Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

રાજકોટ શહેર - જિલ્લાની ૮ બેઠકના રિસિવિંગ - ડીસ્‍પેચીંગ સેન્‍ટર જાહેર કરતું ચૂંટણી તંત્ર

રાજકોટ, તા.૧૨ : રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભાદીઠ એક ઈ.વી.એમ. ડિસ્‍પેચ તથા રિસિવિંગ સેન્‍ટર તૈયાર કરવામાં આવ્‍યા છે.

૬૮- રાજકોટ પૂર્વ : પી. એન્‍ડ ટી. વી. શેઠ હાઇસ્‍કૂલ, ૮૦ ફૂટ રોડ, ભક્‍તિનગર સર્કલ પાસે.

૬૯ - રાજકોટ પમિ : શ્રી. એસ. વી. વિરાણી હાઇસ્‍કૂલ, ટાગોર માર્ગ, રાજકોટ.

૭૦ - રાજકોટ દક્ષિણ : પી. ડી.  માલવિયા કોમર્સ કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ.

૭૧ - રાજકોટ ગ્રામ્‍ય : ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ, પાંધી લો કોલેજ બિલ્‍ડિંગ, કસ્‍તુરબા રોડ, રાજકોટ.

૭૨ - જસદણ : મોડેલ સ્‍કૂલ, કમળાપુર રોડ, જસદણ.

૭૩ - ગોંડલ : સંગ્રામસિંહજી હાઇસ્‍કૂલ, કોલેજ ચોક પાસે, ગોંડલ.

૭૪ - જેતપુર : સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલ, રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે, નવાગઢ, જેતપુર.

૭૫ - ધોરાજી : નવી ભગવતસિંહજી હાઇસ્‍કૂલ, બાપુના બાવલા પાસે, સ્‍ટેશન રોડ, ધોરાજી.

(3:42 pm IST)