Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

લાલપરી મફતીયા પરામાંથી ૧૬ વર્ષની સગીરાને દીપક ભગાડી ગયો : અપહરણનો ગુનો

રાજકોટ તા ૧૨  : લાલપરી મફતીયા પરામાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વેલનાથપરાનો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબીરોડ જયજવાન જયકિશાન સોસાયટી પાછળ લાલપરી મફતીયાપરામાં રહેતી ૧૬ વર્ષની સગીરા પરમ દિવસે રાત્રે 'બાથરૂમ કરીને આવુ છુ ' કહી રૂમમાંથી નીકળ્યાબાદ પરત ન આવતા તેના માતા પિતાએ તેની શોધખોળ આદરી હતી, બાદ શેરીમાં ગણપતી બેસાડેલ હોઇ ત્યાં દીકરીને શોધવા માટે ગયા, પરંતુ ત્યાં પણ તેનો પતો લાગ્યો ન હતો. બાદ પુત્રીએ ચાર માસ પહેલા તેના માતા મોરબી રોડ પર વેલનાથ શેરી નં.૯/૧૦માં રહેતો દીપક સીતાપરા નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોવાનુ જણાવ્યું હતું અને તેઓ લગ્ન કરવાની વાત પણ કરી હતી, પરંતુ દીપક સીતાપરા દુરના સગા થતા હોવાના લીધે લગ્નની ના પાડી હતી. તેથી માતા-પીતાએ વેલનાથપરામાં તપાસ કરતા દિપક સીતાપરા ઘરે મળી ન આવતા દીપક સગીરાને ભગાડી ગયો હોવાની શંકા જતા બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા, પોલીસે દીપક વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ. વી.જે. ફર્નાન્ડીસે તપાસ આદરી છે.

(3:48 pm IST)
  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST