Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રાજકોટમાં ગુરુવારે કોઈપણ વિસ્તારમાં પાણીકાપ નહિ :પદાધિકારીઓ અને એન્જીનીયરોએ ઉકેલ કાઢ્યો :મુખ્યમંત્રી વિજયભાઈએ તાકીદે કાર્યવાહી કરાવી

કાલે ગુરુવારે લદાયેલ પાણીકાપનો ઉકેલ આવતા શહેરીજનોએ પાણીકાપનો ભોગ નહિ બનવું પડે

રાજકોટ :આવતીકાલે રાજકોટના કેટલાક વોર્ડમાં પાણી કાપ નાખવો પડ્યો હતો પરંતુ મ્યુનિપદાધિકારીઓ અને એન્જીનીયરોએ સાથે બેસીને અંગે ઉકેલ લાવતા હવે આવતીકાલે ગુરુવારે રાજકોટના કોઈપણ વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવશે નહીં 

   રાજકોટમાં આવતીકાલે લદાયેલ પાણીકાપ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાતે જાતે રસ લઈને રાજકોટની પ્રજાને કોઈપણ હાલાકી ના પડે તે માટે તાકીદે કાર્યવાહી હાથ ધરાવી હતી અને રાજકોટની પ્રજાને પાણીકાપનો ભોગ બનવું ના પડે તેવા પગલાં લીધા છે આમ રાજકોટમાં આવતીકાલે કોઈપણ વિસ્તારમાં પાણીકાપ લાદવામાં આવશે નહિ

---

(10:23 pm IST)
  • કેદીએ ગજબ કરી !! જેલની રોટલી કોર્ટમાં જજ સાહેબની બતાવીને ફરીયાદ કરી : રોટલી જોઈને કોર્ટે બિમાર કેદીને ઘરનું ભોજન મંગાવાને ખાવાની મંજૂરી આપી : જેલના ભોજનની ગુણવતા સાવ ખાડે ગઈ : ડોકટરે પ્રોટીનવાળુ ભોજન ખાવા કહ્યુ : જેલમાં બદતર રોટલી આપી : કેદીએ અદાલતને કહ્યું આ રોટલી ખાવાથી પ્રોટીન કેવી રીતે મને મળશે? સાજીદ ઈલેકટ્રીકવાળા નામના કેદીને ૬ મહિના ઘરનું ટીફીન ખાવા છૂટ આપી : સાજીદની ૨૦૧૫માં ૩૦ કરોડના ૧૫૧ કિલો મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી લેવાયેલ : દેશના યુવા ધનની બરબાદી કરતુ આ કેફી દ્રવ્ય દેશ - વિદેશ ધકેલતો હતો access_time 3:34 pm IST

  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST