Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

વૃધ્ધાશ્રમના વડિલો સાથે જન્મદિનની ઉજવણી

સતાધાર યુવા ગ્રુપના સભ્ય દિવ્યેશભાઇ સાપરીયાએ પોતાના જન્મ દિવસે સદ્દભાવના વૃધ્ધાશ્રમના વડીલોને સવારનો નાસ્તો કરાવી સેવામય રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. ઉપરાંત હિના ફાઉન્ડેશનમાં વસતા માનસિક અસ્થિર અને દિવ્યાંગ બાળકોને બપોરનું ભોજન કરાવાયુ હતુ. આ સત્કાર્યમાં સતાધાર યુવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઇ ચોટલીયા, શુભમભાઇ લાડવા, ભાવિનભાઇ ચોટલીયા વગેરે સાથે જોડાયા હતા.

(2:58 pm IST)