Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સૌરાષ્ટ્ર લીટરેચર ફેસ્ટીવલનો પૂ.મોરારીબાપુના હસ્તે શુભારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં દિવ્ય ભાસ્કર દ્વારા સાહિત્યોસવનો પૂ.મોરારીબાપુના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, પોલીસ કમીશ્નરશ્રી ગેહલોત, લેખક નિતીનભાઈ વડગામા તથા દિવ્યભાસ્કરના સૌરાષ્ટ્ર આવૃતિઓના વડાશ્રી કાનાભાઈ બાટવા હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ પૂ.મોરારીબાપુ તથા સર્વે આમંત્રીતોએ પુસ્તકો ઉપર મળી રહેલ ૫૦ ટકા વળતરના સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીંયા લગભગ તમામ શ્રેણીના પુસ્તકોનો ભંડાર જોઈ પૂ.મોરારીબાપુએ જણાવેલ કે ભજનાલય અને ભોજનાલય વચ્ચે એક પુસ્તકાલય હોવું જોઈએ. વિવિધ લેખકો તથા કવિઓના સત્રનો આનંદ પણ લોકોએ પહેલા દિવસથી જ માણવાનો શરૂ કર્યો હતો. કવિશ્રી રાજેન્દ્રભાઈ શુકલને પૂ.મોરારીબાપુએ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનીત કર્યા હતા. આજે સાંઈરામ દવે સાથે ડાયરાની ચર્ચામાં પણ રસીકો ઉમટી પડ્યા હતા.

(4:12 pm IST)