Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

૭૦ વર્ષના વડીલ મહિલા કેટવોક કરશે

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા શનિવાર ફેશન શો : ભારતીય સંસ્કૃતિ મુજબ કાર્યક્રમ યોજાશેઃ ૫૦થી વધુ બહેનો ભાગ લેશે

રાજકોટ,તા.૧૨: રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સૌ પ્રથમવાર સંસ્થા દ્વારા આયોજીત ટોપ મોડેલ ફેશન શો રાખવામાં આવેલ છે. આ ફેશન શો માં દરેક સભ્ય બહેનો ભાગ લઈ શકે તે નિયમને ધ્યાનમાં રાખી જે ટોપ મોડેલ ફેશન શો ત્રણ વિભાગમાં રાખવામાં આવ્યો છે. જેમાં ૨૦ થી ૪૦, ૪૦ થી ૫૦, ૫૦ થી ૬૦ ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ રહ્યા છે. હાલમાં ૫૦ જેટલા બહેનો ફેશન શોની તાલીમ લઈ રહ્યા છે.

આગામી તા.૧૬ના શનિવારે હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩ કલાકે આયોજીત આ ફેશન શો ખુબજ અલગ રીતે રાખવામાં આવ્યો છે. જેમાં વિજેતા બહેનોને શિલ્ડ, બેલ્ટ, ક્રાઊન આપી સન્માનીત કરવામાં આવશે. ભાગ લેનાર દરેક બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે હાલમાં રાજકોટ સીટી વૂમન્સમાં ૭૫૦થી વધારે સભ્યો બહેનો જોડાઈ ગયા છે. વર્ષના પાંચ કાર્યક્રમોમાં પીકનીક, મ્યુઝીકલ, નાટક બા મારી મધર ઈન્ડીયા, હાસ્ય દરબાર બાદ આ વર્ષનો છકડો કાર્યક્રમ રાખેલ છે. દરેક સભ્ય સાથે તેમના એક લેડીઝ મેમ્બર ફ્રી લાવી શકાશે.

ફેશન શોની પ્રેકટીશ માટે મેઘા બારડ તાલીમ આપી રહ્યા છે. આ ફેશન શો રાજકોટમાં દરેક લેડિઝ માટે આકર્ષણ બની રહેશે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, દર્શનાબેન મહેતા, મેઘા બારડ, પ્રીતીબેન ગાંધી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સંસ્થાના બહેનો સર્વેશ્રી પ્રફુલાબેન મહેતા, બિન્દુબેન મહેતા, ઈન્દીરાબેન ઉદાણી, મેઘા બારડ નજરે પડે છે.

(3:37 pm IST)