Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડાયેલા રસુલપરાના આશીફ ઘાંચીના રિમાન્ડ મેળવવા તજવીજ

એસઓજીના આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ ચુડાસમાની બાતમી : હત્યાની કોશિષ સહિતના ગુનામાં સામેલ શખ્સનું રટણ-મિત્ર પ્રકાશે સાચવવા આપી'તી

રાજકોટઃ એસઓજીએ વધુ એક ગેરકાયદે હથીયાર અને કાર્ટી સાથે એક શખ્સને પકડ્યો છે. રસુલપરામાં રહેતાં અને અગાઉ પડવલામાં હત્યાની કોશિષના ગુનામાં પકડાઇ ચુકેલા આશીફ હારૂનભાઇ પરીયટ (ઘાંચી) (ઉ.૩૨) નામના મુળ અમરેલીના શખ્સ પાસે પિસ્તોલ અને કાર્ટીસ હોવાની બાતમી એસઓજીના આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ ચુડમાસમાને મળતાં પીઆઇ એસ. એન. ગડુની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સીસોદીયા, બ્રિજરાજસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, હિતેષભાઇ રબારી, જયવીરભાઇ ગઢવી, જીતુભા ઝાલા, ગિીરરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલા સહિતે ઢોલરા ચોકડી કાંગસીયાળી રોડ પરથી પકડી લીધો હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. ૧૦ હજારની રિવોલ્વર અને ૨૦૦ના કાર્ટીસ જપ્ત કરાયા હતાં. શાપરના મિત્ર પ્રકાશે સાચવવા આપ્યાનું રટણ આશીફે કરતાં તેના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(12:56 pm IST)