Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જિંદગી તો બેવફા હૈ....લગ્નના ત્રણ જ માસ બાદ સોરઠીયા પ્રજાપતિ યુવાન ભરતનું મોત

શ્વાસ ચડ્યા બાદ યુવાને દમ તોડી દીધોઃ નવોઢા તનુશ્રી પર વજ્રઘાતઃ મુળ બાટવાના મીતી ગામના હાલ મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતાં ટાંક પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૨: જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી...આ ગીતની પંકિત મુજબ જિંદગીની સફર કયારે પુરી થઇ જાય તેની ખબર પડતી નથી. મવડી પ્લોટના ઉદયનગર-૨/૭માં રહેતાં ભરત ભીખુભાઇ ટાંક (ઉ.૨૯) નામના સોરઠીયા પ્રજાપતિ યુવાન સાથે આવું જ થયું છે. ત્રણ માસ પહેલા જ પરણેલા આ યુવાનનું શ્વાસ ચડ્યા બાદ મોત નિપજતાં પરિવામાં કલ્પાંત સર્જાયો છે. જે દિકરાની હજુ ત્રણ મહિના પહેલા જાન જોડી હતી તેના મરશીયા ગાવાની વેળા આવતાં પરિવારજનો પર વજ્રઘાત થયો હતો.

મુળ બાટવાના મીતી ગામનો ભરત બે ભાઇમાં મોટો હતો અને ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા પણ છુટક મજૂરી કરે છે. ત્રણ માસ પહેલા જ ભરતના રાજકોટની જ તનુશ્રી સાથે લગ્ન થયા હતાં. આ નવોઢાએ ચુડી ચાંદલો ગુમાવતાં શોકમાં ગરક થઇ ગઇ છે. યુવાન દિકરાના અણધાર્યા મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. ચારેક દિવસથી ભરતને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તેની દવા ચાલુ હતી. ગત રાતે અચાનક તકલીફ વધી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંત્ુ અહિ મોત નિપજ્યું હતું. માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)