Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રાજકોટ જિલ્લા બેંક દ્વારા સાંજે ખેડુતો માટે મહત્વની ઘોષણા

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં પ્રથમ વખત સાધારણ સભાઃ બેંક સાથે સંકળાયેલા સવા બે લાખ ખેડુતોને ફાયદો થશે

રાજકોટ, તા., ૧૨: જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભા આજે બપોર બાદ કુમાર છાત્રાલય, જામકંડોરણા ખાતે મળશે તે પુર્વે બપોરે બે વાગ્યે બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ખેડુતલક્ષી મહત્વનો નિર્ણય લઇ સાધારણ સભામાં જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

જયેશ રાદડીયા બેંકના ચેરમેન બન્યા બાદ પ્રથમ વખત સાધારણ સભા મળી રહી છે. બેંક દ્વારા ખેડુતોનો ઝીરો ટકા વ્યાજે ખેતી વિષયક ધિરાણ આપવામાં આવે છે તેથી તે સ્વિાઇની કોઇ જાહેરાત થઇ શકે છે. વીમા પ્રીમીયમમાં રાહત અથવા કોઇ રીતે ખેડુતોને ફાયદો કરાવવાની જાહેરાત થાય તેવી શકયતા છે. બેંક કોઇ જાહેરાત કરે તો તેનો બેંક સાથે સંકળાયેલા રાજકોટ, મોરબી જિલ્લાના સવા બે લાખ જેટલા ખેડુતોને ફાયદો મળવાપાત્ર થશે.(૪.૨)

(11:45 am IST)