Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સત્ય પ્રકાશજીના ૭૦માં જન્મ દિને ધ્યાન શિબિર

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે બુધવારે નિઃશુલ્ક આયોજનઃ સ્વામીજી પર અભિનંદન-શુભેચ્છાનો વરસાદ

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો તથા વિશ્વ દિવસ ઉત્સવ દ્વારા છેલ્લા ૩૩ વર્ષોથી રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઉજવવામાં આવે છે જેનુ સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા. ૧૩-૬-૧૮ને બુધવારના રોજ સ્વામિ સત્ય પ્રકાશના જન્મ દિવસ નિમિતે રાબેતા મુજબ હર સાલની માફક બપોરના ૩ થી રાત્રીના ૮.૩૦ દરમિયાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા કરવામાં આવ્યુ છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, જન્મ દિવસ ઉત્સવ, સંધ્યા સત્સંગ તથા રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર)નું આયોજન કરવામાં આવ્યુ છે.

શિબિરનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરવાના છે. શિબિરના કાર્યક્રમનું સંચાલનમાં સુરંજના કરવાના છે. શિબિરની તૈયારીમાં ઈતર સર્કલના મેમ્બરો મહેશભાઈ જાદવ, જયેશભાઈ કોટક, વિજયભાઈ ભુવા, અશોકભાઈ રાવલ, અમુભાઈ પટેલ, સંજીવભાઈ રાઠોડ, ચોટલીયાભાઈ, અશોકભાઈ લૂંગાતર, પિયુષભાઈ, વિણા ભલાણી, રાજનભાઈ વગેરે મિત્રો તડામાર તૈયારી કરી રહ્યા છે.

સ્વામિ સત્ય પ્રકાશ છેલ્લા ૫૦ વર્ષથી ઓશો સાથે જોડાયેલા છે. ઓશો જ્યારે ૧૯૬૭માં રાજકોટ આવ્યા ત્યારે તેઓશ્રીને રૂબરૂ મળ્યા ત્યારથી ઓશો સાથે જોડાયેલા છે. છેલ્લા ૩૩ વર્ષોથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરનું સફળ સંચાલન કરે છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર દરરોજ નિયમીત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૬ થી ૮.૩૦ દરમ્યાન સંધ્યા ધ્યાન થાય છે. તેમજ દર પૂનમે ઓશો ધ્યાન શિબિર તથા રાત્રે સંતવાણીના કાર્યક્રમનું આયોજન હોય છે. એ સિવાય ઓશો જન્મ દિવસ, ઓશો સંબોધિ દિવસ ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, મહાપરિનિર્વાણ દિવસ, સન્યાસી દિવસ, ઓશો સેલીબ્રેશન  દિવસ વગેરે દિવસે ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.

ઉપરોકત સ્વામિ સત્ય પ્રકાશના જન્મ દિવસે યોજેલ ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો ઈનર સર્કલના મેમ્બરોએ હાર્દિક અનુરોધ કરેલ છે.

શિબિરમાં સહભાગીતા માટે સાધકે પોતાનું નામ રજી. કરાવવા માટે ઓશો ધ્યાન મંદિર પર રૂબરૂ અથવા સાથમાં આપેલા મો. નંબર ઉપર એસએમએસ દ્વારા રજી. કરાવવું અત્યંત જરૂરી છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪-વૈદવાડી, રાજકોટ વિશેષ માહિતી તથા રજી. માટે સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેષભાઈ કોટકઃ ૯૪૨૬૯ ૯૬૮૪૩, અશોકભાઈ રાવલ (મોરબી): ૮૪૬૯૭ ૬૦૯૪૭

પાંચ દાયકાથી ધ્યાનમય જીવન

રાજકોટ : રાજકોટ ખાતેનાં ઓેશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ૪ વૈદવાડી, ગોંડલ રોડ, ફાટક પાસેના ઓેશો ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશજી નો  આજે જન્મ દિવસ છે  તેઓશ્રી ૬૯ વર્ષ પુર્ણ કરી ૭૦ માં વર્ષમાં પ્રવેશ કરે છે.

સ્વામિ સત્યપ્રકાશજી છેલ્લા ૫૦ વર્ષથી એશોનાં કાર્ય સાથે સંકળાયેલા છે, ઓેશો સોૈ પ્રથમ ૧૯૬૭ માં રાજકોટ આવ્યા ત્યારે કિશોરાવસ્થામાં જ ઓેશોથી આકર્ષાયા  હતા તેઓશ્રી ઓેશોના પ્રવચનથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને ઓશોની રૂબરૂ મુલાકાત કરી હતી કિશોરાવસ્થા બાદ ભરયુવાનીમાં ઓેશો જયારે 'આચાર્ય રજનીશ' તરીકે ઓળખાતા હતા ત્યારે ઓેશોનો બહોળો પ્રચાર કરી મિત્રોમાં કેસેટો સંભળાવવી નાની પુસ્તિકાઓ વહેંચવી અને ધ્યાન કરવું તથા કરાવવું આ એનું મુખ્ય લક્ષ્ય હતું તેઓશ્રી આજે પણ ૨૬ વર્ષથી 'ઓેશો ધ્યાન મંદિર' નું સંચાલન કરે છે અને પોતે પણ નિયમીત ધ્યાન કરે છે. સ્વામિજીએ બી.કોમ. સુધીનું શિક્ષણ લીધુ છે.

આજે વિશ્વમાં ઓેશોના હજારો ધ્યાન કેન્દ્રો અને આશ્રમો છે. એમાના થોડા ઘણા ધ્યાન કેન્દ્રો અને આશ્રમોમાં નિયમીત ધ્યાન-સાધના થાય છે. એમાનું આ એક ' ઓેશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ' છે. ધ્યાન સન્યાસ તથા ઓેશો સાહિત્ય માટે ર૪ કલાક ખુલ્લું રહેતું એકમાત્ર ઓેશો ધ્યાન કેન્દ્ર છે. જયારે દરરોજ સવારે. ત્યાં સાંજે નિયમીત ઓેશોના ધ્યાન થાય છે. દર માસે એક દિવસીય ધ્યાન શિબીર યોજાય છે અને વર્ષમાં ત્રણથી ચાર મુખ્ય ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ઓેશોના તમામ વાર્ષિકોત્સવ જે તેસમયે ઉજવવામાં આવે છે.આ કેન્દ્રોમાં ઓેશોનું તમામ સાહિત્ય હિન્દી, અંગ્રેજી પુસ્તકો, સી.ડી., ડીવી.ડી., લાઇબ્રેરી સીસ્ટમ તેમજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉપરાંત દર મહિને પ્રસિધ્ધ થતું ઓેશો ટચ ગુજરાતી માસીક પત્રિકામાં તેઓશ્રી વિતરણ અને વિજ્ઞાપન વ્યવસ્થા સંભાળીરહ્યા છે, ઉપરાંત સ્વામીજી પુસ્તક પ્રદર્શન અવાર-નવાર યોજે છે જે ૧૦ દિવસ સુધીના હોય છે તથા આ કેન્દ્રમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ઓેશો પુસ્તિકોની લાયબ્રેરી ચાલુ હોય છે તેમજ આ ધ્યાન કેન્દ્ર સન્યાસ લેવા ' તેમજ ધ્યાન કરવા માટે તેમજ ઓેશો સાહિત્ય માટે ૨૪ કલાક હંમેશા ખુલ્લું રહે છે. આ કેન્દ્ર ઉપર બહાર ગામથી આવતા સન્યાસી મિત્રો માટે રહેવાની તેમજ જમવાની સગવડ છે. સ્વામિ સત્યપ્રકાશજી આ સમગ્ર કામનું અદભુત અને સફળતાપુર્વક વ્યવસ્થિત સંચાલન કરે છે.

સ્વામિ સત્યપ્રકાશજીના આજના જન્મ િોવસના અભિનંદન માટે પોતાનો બહોળો મિત્રવર્ગ તેમજ બહોળો પરિવાર, સગા, સબંધી તથા ઓશો પરિવાર સહ અભિનંદન વર્ષા થઇ રહી છે. સ્વામિજીનો મોબાઇલ નંબર ૯૪૨૭૨ ૫૪૨૭૬ છે.

સંકલનઃ-

સ્વામિ જીનસ્વરૂપ સરસ્વતી

આર.જે. આહ્યા

(11:30 am IST)