Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ટંકારામાં રૂપિયાની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ કરીને ધાકધમકી આપી: ચાર શખ્શો વિરુદ્દ ફરિયાદ

રાજકોટના વેપારી તેના વતનમાં આવ્યા હોય ચાર શખ્શો કારમાં અપહરણ કરીને લઇ ગયા

 

રાજકોટના વેપારી તેના વતનમાં આવ્યા હોય દરમિયાન હડમતીયા લજાઈ ગામ વચ્ચેના રોડ પરથી વેપારીનું ચાર શખ્શો કારમાં અપહરણ કરીને લઇ ગયા હોય બાદમાં છુટકારો થતા વેપારીએ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે

મૂળ ટંકારાના હડમતીયાના વતની અને રાજકોટ રહેતા શૈલેશભાઈ ગંગારામભાઈ મેરજા (..૪૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૧૧ ના રોજ સવારે પરિવાર સાથે નસીતપરથી હડમતીયા ગામ આવેલ જ્યાં તેના બે બાળકોને બાપુજીના ઘરે ઉતારી પત્ની નીતાબેન સાથે સેન્ટ્રો કાર નં જીજે ૦૩ ઇસી ૬૪૯૬ માં શનાળા ગામ પાસે મરચા દળાવા જતા હોય ત્યારે લજાઈથી હડમતીયા રોડ વચ્ચે આરોપી દિલીપ ઉર્ફે દેવેન્દ્ર મનજી મેરજાએ ગાડી ઉભી રાખવા હાથ ઉંચો કર્યો હતો જેથી ગાડી ઉભી રાખતા આરોપી અશોક ઠાકરશી મેરજા, શૈલેશ મનજી મેરજા, હિતેશ કાનજી મેરજા અને દિલીપ ઉર્ફે દેવેન્દ્દ્ર મનજી મેરજાએ ગાડી નં જીજે ૩૬ એલ ૪૦૧૭ માં બેસાડી અપહરણ કરી ગયા બે આરોપી અન્ય કારમાં આવ્યા હતા પીઠડ ગામની સીમમાં લઇ ગયા હતા જ્યાં ઝપાઝપી કરી અને માર મારી મારા બાપુજીને ફોન કરી તમારો દીકરો જીવતો જોઈતો હોય તો રૂપિયા આપી જાઓ તેમ ફોન પર ધમકી આપી હતી અને બાદમાં ધ્રોલ તરફ લઇ જઈને મોબાઈલમાંથી સાળા સુનીલભાઈને ફોન કરાવી કહેડાવેલ કે તમે ફરિયાદ નો કરતા પોલીસ સ્ટેશનથી નીકળી જાવો ત્રણ કલાકમાં આવી જશું કહી બાદમાં તેનો છુટકારો થયો હતો

આમ આશરે બે વર્ષ પહેલા વાંકાનેરની જમીનની ફાઈલ ક્લીયર કરવા માટે માસ જીતુભાઈ વસીયાણા રહે મોરબી વાળાના વેવાઈ મુકેશભાઈ પટેલ રહે અમદાવાદ વાળાને ભાગીદારીમાં એક કરોડ દશ લાખ રૂપિયા આપેલ હતા જે રોકાણ જે તે સમય અશોકભાઈએ કરેલ હતું અને પાછળથી જમીન ક્લીયર થયેલ નહિ રૂપિયા માસાના વેવાઈએ લઇ લીધેલ અને પાછા આપેલ ના હોય જેથી જમીન બાબતમાં જણા ભાગીદાર હોય તેમાંથી મારા ભાગના રૂપિયા મેં અશોકભાઈને આપી દીધેલ હોય તેમ છતાં અશોકભાઈ બીજાના ભાગના રૂપિયા મારી પાસે માંગી છેલ્લા એક વર્ષથી હેરાન કરતા હતા અને ચાર શખ્શોએ મળીને અપહરણ કરી ઝપાઝપી કરી મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે અપહરણ, મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(12:55 am IST)