Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મેંગો માર્કેટ પાસે વહેલી સવારે હોટેલમાં ચા-ફાકી-તમાકુનું વેંચાણ ચાલુ થયું: પોલીસે ચારને પકડયા

જય સિયારામ હોટેલમાં દરોડોઃ ચાનું મોટુ તપેલુ, કીટલી, ચમચો, ૪૮ ફાકી, ૨ કિલો સોપારી, માચીસના બાંધા, ૨ કિલો પડો, રબ્‍બર, ચુનાના બાચકા, બાગબાન તમાકુના ડબ્‍બા, બુધાલાલ તમાકુ, સુરેશ તમાકુ, ચાની ભુકી, ખાંડ, ગંજીપાના અને ફાકી બનાવવાના પ્‍લાસ્‍ટીકનો જથ્‍થો કબ્‍જે

રાજકોટ તા. ૧૨: કોરોનાનું સંક્રમણ અટકાવવા અમલમાં મુકાયેલા લોકડાઉન અંતર્ગત પાન-માવાની દૂકાનો પર લોકોની વધુ ભીડ થતી હોઇ આવી દૂકાનો-ચાની હોટેલો ખુલ્લી રાખવા પર કે આવી ચીજવસ્‍તુનું વેંચાણ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે આવેલી જય સિયારામ હોટેલની અંદર સવારે ચાર શખ્‍સોએ ચા-ફાકી-બીડી-સિગારેટ સહિતની ચીજવસ્‍તુઓ વેંચવાનું ચાલુ કરી દેતાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ચાર શખ્‍સો સામે ગુનો નોંધી ધરપકડ કરી ચીજવસ્‍તુઓ કબ્‍જે કરી હતી.

પોલીસે હોટેલમાં દરોડો પાડી ભરત મુળુભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૨૮-રહે. નવાગામ ૫૬ ક્‍વાર્ટર પાછળ શેરી નં.૪), રામધની ગાંડુ ચોરસીયા (ઉ.૪૦-રહે. મણીનગર-૧, ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે), રમેશ વાલાભાઇ સિંધવ (ઉ.૩૨-રહે. શિવનગર-૩, ગ્રીનલેન્‍ડ ચોકડી) તથા ભરત વાલજીભાઇ સિંધવ (ઉ.૩૫-રહે. શિવનગર-૩)ની સામે આઇપીસી ૨૬૯, ૨૭૦, ૧૧૪, જીપીએક્‍ટ ૧૩૫ મુજબ કોરોના મહામારીનો રોગ ફેલાય તેમ હોવાનું જાણવા છતાં હોટેલ ખુલી રાખી તેમાં ચા-ફાકી-તમાકુનું વેંચાણ કરી જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે હોટેલમાંથી ચાનું મોટુ તપેલુ, એક સ્‍ટીલની કીટલી, ચાનો ચમચો, ૪૮ નંગ ફાકી, ૨ કિલો સોપારી, બાકસના ૨ બાંધા, પડો તમાકુ ૨ કિલો, ચુનાનું બાચકુ ૧, બાગબાન ૪૭ નંબરનું તમાકુ ૩૦ નંગ, બુધાલાલ તમાકુ ૭ પેકેટ, સુરેશ તમાકુ ૨ પેકેટ, તમાકુની પડીકીઓ ૪૯, ૨ કિલો ચાની ભુકી, ૫ કિલો ખાંડ, ૬ નંગ ગંજીપાનાના બોક્‍સ મળી કુલ ૧૬૦૨૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ડીસીપી રવિમોહન સૈનીની સુચના હેઠળ બી-ડિવીઝન પીઆઇ વી. જે. ફર્નાન્‍ડીઝ, પીએસઆઇ એમ. એફ. ડામોર, એમ. એમ. ઝાલા, એન. જે. જાડેજા, આર. એસ. સાકરીયા, એએસઆઇ કે. યુ. વાળા, કે. આર. ચોટલીયા, એમ.આર. ઝાલા, હેડકોન્‍સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, જે. જી. જાડેજા, કોન્‍સ. હેમન્‍દ્રભાઇ વાધીયા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.

(3:00 pm IST)