-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
રાજકોટ-રાજયમાં કોરોનાની સ્થિતિ બગડી છેઃ રેમેડેસીવીયર ઇન્જેકશનની ભયંકર તંગી પ્રર્વતે છેઃ શહેરના તમામ હોમને દર્દીઓ દાખલ કરવા મંજૂરી આપો
વારંવાર મીટીંગ બોલાવો છો પણ ભાજપ પ્રેરિત વ્યકિત-સંસ્થાને જ બોલાવો છોઃ કોંગ્રેસનો આક્ષેપ... : સુરતમાં ગેરકાયદેસર ઇન્જેકશન આપનાર સામે પગલા ભરોઃ ખાનગી હોસ્પીટલની લૂંટફાટ બંધ કરાવો...

કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ આગેવાનો ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર, અશોકસિંહ વાઘેલા, પ્રદિપ ત્રિવેદી, મહેશ રાજપૂત વિગેરેએ કલેકટરને આવેદન આપી વિસ્તૃત રજૂઆતો કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧ર :.. રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી અશોક ડાંગર તથા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલાની આગેવાની હેઠળ આજે કલેકટરને આવેદન પાઠવી કોરોનાની પરીસ્થિતિ અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, રેમડેસીવીયર ઇન્જેકશનની ભયંકર તંગી પ્રર્વતે છે, બજારમાં કયાંય ઉપલબ્ધ નથી, ઠેરઠેર ઇન્જેકશન મળતા નથી, દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે. વધારે ભાવ લેવાય છે. ગઇકાલે એક હોસ્પીટલ અને મેડીકલ સ્ટોર્સના નામ ખૂલે છે, તો તાકીદે તેમની સામે પગલા ભરો.
આવેદનમાં માંગણી કરાય છે કે, રેમેડેસીવીયર માટે મધ્યસ્થ વિતરણ વ્યસ્થા ગોઠવવામાં આવે, ઓનલાઇન -વોટસએપ મારફત રજીસ્ટ્રેશન ગોઠવાય તે જરૂરી છે, હોસ્પીટલમાં પથારી મળતી નથી, સીવીલમાં જગ્યા મળતી નથી. ત્યારે શહેરના તમામ હોમને કોરોના દર્દીઓને દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે જેથી દર્દીઓને ત્વરીત પથારી મળી રહે, ઓકસીજન મળી રહે, તથા સરકારી બિલ્ડીંગ - ધાર્મિક સ્થળોએ કોવીડ સેન્ટર ખોલી ખાનગી હોસ્પીટલની લૂંટફાટ બંધ કરાવવામાં આવે.
આવેદનમાં ઉમેર્યુ હતું કે કલેકટરશ્રી આપ વારંવાર મીટીંગ બોલાવો છો, તેમાં ભાજપ પ્રેરીત વ્યકિતઓ-સંસ્થાને જ બોલાવો છો, ખરેખર કામ કરતી વ્યકિતઓ, ડોકટર્સ - સંસ્થાને આમંત્રણ આપતા નથી, અમારી માંગણી છે કે તમામ સંસ્થા-વ્યકિતને બોલાવાય, અખબારી પ્રતિનીધીઓને પણ આમંત્રણ આપો.
ગુજરાતની જનતા રેમેડેસીવીર ઇન્જેકશન માટે વલખા મારે છે ત્યારે ભાજપ પ્રમુખ પ હજાર ઇન્જેકશનનો જથ્થો ગેરકાયદેસર ભેગો કરે છે, આ બાબતની તપાસ કરવામાં આવે અને જવાબદારોની ધરપકડ કરાય.
આ મહામારીમાં કોંગ્રેસ આગેવાનોની કયાંય પણ જરૂર હોય અને મદદ કરવા તૈયાર છીએ, અમારી માંગણી છે કે કોંગ્રેસ પક્ષને પણ ઇન્જેકશન આપો જેથી અમે પણ સુરતની જેમ રાજકોટમાં વિતરણ કરીએ. આવેદન દેવામાં અગ્રણીઓ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપૂત, અશોકસિંહ વાઘેલા વિગેરે જોડાયા હતાં.