Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

લોકો સાથે ગુનેગાર જેવું વર્તન રાખવાને બદલે મદદરૂપ બનો : માસ્‍ક માટે દંડ ફટકારવાની નીતિને બદલે લોકોને જાગૃત કરવા જરૂરી

૧૦૦ નંબર ડાયલ કરવાથી મેડિકલ ઇમરજન્‍સી, અનિવાર્ય ટ્રાવેલ અને બાળકો માટે દૂધ ન મળવા સમયે પોલીસ દોડી આવશે, જે કોઇને ન સૂઝયું તે શમશેરસિંઘને સૂઝી આવ્‍યું

રાજકોટ તા.૧૨ : પોલીસ તંત્રમાં ગુનેગારો  સામે લોખંડી હાથે કામ લેતા અને અપરાધીઓ પ્રત્‍યે કૂણી લાગણી રાખનાર પોલીસ અધિકારીઓ તથા સ્‍ટાફ સામે આકરી કરનાર વડોદરા પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા કોરોના મહામારીના તથા કરફયુ સમયે લોકો સાથે તેવો ગુનેગાર હોય તેવું વર્તન રાખવાના બદલે તેમની સાથે સુમેળ અને આદરપૂર્વક વર્તી તેમની મેડિકલ ઇમરજન્‍સી દરમ્‍યાન તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવાને બદલે તેમને મદદરૂપ થવા ભાર પૂર્વક અપીલ કરી છે.

સમગ્ર ગુજરાતમાં જે સમાચારને લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે. તેની વિસ્‍તૃત માહિતી જોઈએ તો પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા તાજેતરમાં ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરઓને ચોક્કસ બાબતો ધ્‍યાન પર આવતાં વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા અપાયેલ શીખ મુજબ તેવોએ જણાવેલ કે લોકો માસ્‍ક પહેરે તે જરૂરી છે,પરંતુ માસ્‍ક ના નામે દંડ ઉઘરાવવાનો હેતુ મુખ્‍ય હોવો જોઈએ, લોકોને આ માટે જાગૃત કરવા સાથે સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ માટે પણ જાગૃત કરવાની બાબતને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.                        

શમશેર સિંઘ દ્વારા પોલીસને પોતાના વિસ્‍તારની હોસ્‍પિટલો પર્‌ વોચ રાખવા પણ જણાવેલ, તેવોનો મત એવો છે કે હોસ્‍પિટલ પર વોચ રાખવાથી કોઈ કિસ્‍સામાં ઇમરજન્‍સી હોય ત્‍યારે પોલીસ જાતે જ મામલો હાથમાં લઇ લે. આ બાબતનો ફાયદો એ થશે કે હોસ્‍પિટલમાં લોકો અને તબીબો વચ્‍ચે ઘર્ષણ અટકશે, મેડિકલ સ્‍ટાફનું પણ રક્ષણ   થઈ શકશે.                

પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા એક અન્‍ય મહત્‍વનો નિર્ણય એવો થયો છે કે, કરફયુ દરમિયાન લોકોને ઇમરજન્‍સીમા ટ્રાવેલિંગ જરૂરિયાત હોય કે  મેડિકલ ઇમરજન્‍સી હોય કે દૂધ ન મળ્‍યું હોય તેવા કિસ્‍સામાં ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ મદદરૂપ બનશે, આમ ચોતરફ કડકાઈની કથાઓ વચ્‍ચે વડોદરા પોલીસ વિશે વાયરલ થયેલ સંદેશ બાબતે ઉપરોકત તમામ બાબતને પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા ‘અકિલા'ને સમર્થન આપવા સાથે વડોદરામાં રેમડેસિવર ઇન્‍જેક્‍શનના કાળાબજાર અંગે ૧ ડોક્‍ટર અને પૂરૂષ નર્સ સામે કાર્યવાહી થયાની વાતને સમર્થન આપ્‍યું છે.

(5:38 pm IST)
  • દેશમાં કોરોનાએ આડોઆંક વાળ્યો :એક્ટિવ કેસની સંખ્યા 12,58 લાખને પાર પહોંચી : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,60,694 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,36,86,086 થઇ :એક્ટિવ કેસ 12,58,906 થયા : વધુ 96,727 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,22,50,440 સાજા થયા :વધુ 880 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,71,089 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા: ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા access_time 1:14 am IST

  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST