Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ને હોસ્પિટલમાંથી રજા અપાઈઃ તબીયતમાં સુધારોઃ પારસધામ લઈ જવાયા

૯ ડિસેમ્બરે પૂ.નમ્રમુનિ મ.સા.પાસેથી દિક્ષા ગ્રહણ કરેલઃ કમરના દુઃખાવા માટે દાખલ કરાયેલ દિક્ષા દિને પૂ.શ્રી ઉપર મંડપની કમાન પડતા માથામાં ગંભીર ઈજા પહોંચેલ

રાજકોટઃ તા.૯/૧૨/૧૮ ના રોજ રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરનાર ર્ંપૂ.પરમ આરાધ્યાજી મ.સ.ના મસ્તક ઉપર કમાન પડેલ. આમ છતાં અસહ્ય વેદના અને મારણાંતિક ઉપસર્ગની પરવા કર્યા વગર તેઓેએ સંયમ ધર્મનો સ્વીકાર કરી શોર્ય,પરાક્રમ અને સહનશીલતાના અજોડ દર્શન કરાવેલ.

તાજેતરમાં વિહાર દરમ્યાન પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ને કમરમાં અસહ્ય દુઃખાવો થતાં તાત્કાલિક તેઓને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર અને નિદાન માટે એડમીટ કરવામાં આવેલ. તેઓના મણકાના ટેસ્ટ વગેરે ચાલી રહેલ છે. તેઓના સંસારી પિતા મનોજભાઈ ડેલીવાળા,મામા દિલેશભાઈ ભાયાણી, દિપકભાઈ ભાયાણી, અજયભાઈ શેઠ વગેરે હોસ્પીટલે તુરત પહોંચી ગયેલ. નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપચાર કરી રહેલ છે. ર્ંદેવ,ગુરૂ અને ધર્મની અસીમ કૃપાથી પરમ આરાધ્યાજી મ.સ.શાતામાં છે...ધીરે - ધીરે સ્વસ્થતા આવી રહી છે. લીલાવતી હોસ્પિટલના સેવાભાવી ટ્રસ્ટી રેખાબેન શેઠ પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સાથે સતત સંપર્કમાં રહી સુયોગ્ય સેવા કરી હતી. પૂ.પરમ અનન્યાજી, પૂ.પરમ પ્રતિષ્ઠાજી, પૂ.પરમ અસ્મિતાજી મ.સા.અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરી હતી.

આજે સવારે પૂ.પરમ આરાધ્યાજી મ.સા.ને લીલાવંતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. પૂ.શ્રીની તબીયત સુધારા ઉપર છે અને તેમને ડોકટરોની સલાહ મુજબ સંપૂર્ણ આરામ માટે પારસધામ- ઘાટકોપર લઈ જવાયા છે. દર્શનાર્થીઓએ સવારે ૧૦ થી ૧૨ સાંજે ૪ થી ૫ દરમિયાન જ દર્શન- વાણીનો લાભ લેવા પારસધામ તરફથી યાદીમાં જણાવાયું છે.(૩૦.૬)

 

(3:38 pm IST)