Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કોંગી કોર્પોરેટરો દ્વારા વોર્ડ નં.૧૨-૧૩માં સ્વાઇન ફલુના ઉકાળા-બાળકોને માસ્કનું વિતરણ

રાજકોટ : આજરોજ વોર્ડ નં. ૧૨ અને ૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને વિજય વાંક દ્વારા સ્વાઇન ફલુ કેન્દ્ર વિશ્વેશ્વર મહાદેવના મંદિરે ચાલુ કરવામાં આવેલ અને કોર્પોરેશનની અલગ અલગ સ્કૂલોમાં નાના બાળકોને માસ્ક અને સ્વાઇનફલુના ઉકાળા આપવામાં આવેલ. આ પ્રસંગે લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. એક હજાર માસ્કનું અને ઉકાળા પીવડાવવામાં આવેલ. જેે કામ કોર્પોરેશન અને શાસકો દ્વારા થવું જોઇએ એ કામ અમોએ સ્વખર્ચે ચાલુ કરેલ છે. અને આવનારા દિવસોમાં સવારના રેસકોર્ષ મેદાન ઉપર આ ઉકાળા પીવડાવવાનું પણ આયોજન કરેલ છે. આ પ્રસંગે શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા વોર્ડ નં. ૧૭ કોર્પોરેટર, રવજીભાઇ ખીમસુરીયા વોર્ડ નં. ૧૩ કોર્પોરેટર, સંજય અજુડીયા વોર્ડ નં. ૧૨ કોર્પોરેટર, મહેન્દ્રભાઇ હદવાણી, કિશન પાનસુરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, દિલીપભાઇ નિમાવત, વિમલ પેશીવાડીયા,મેપાભાઇ કણસાગરા, છગનભાઇ ચાવડા, હરેશ ડોડીયા, મહાવીરસિંહ જાડેજા, દિનેશ ગોંડલીયા, કમલેશ કોઠીવાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.(૧.૨૮)

(3:35 pm IST)