Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સ્વાઇન ફલૂથી કુંકાવાવના ૪૦ વર્ષના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોતઃ કુલ મૃત્યુઆંક ૩૬

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના વધુ એક દર્દીનો ભોગ લેવાયો છે.  અમરેલીના કુંકાવાવ તાબેના બાંભણીયા ગામના ૪૦ વર્ષિય મહિલાએ ગત સાંજે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ હતો. સ્વાઇન ફલૂથી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૩૬ દર્દીના મોત નિપજ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે કુલ ૧૬ દર્દી સ્વાઇન ફલૂ વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાંથી ૧૨ના રિપોર્ટ પોઝિટીવ છે અને ૪ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ ૪૨ દર્દી સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જાહેર કરેલા આંકડા મુજબ અગાઉ જે ૧૧ દર્દીના અલગ-અલગ દિવસે મૃત્યુ થયા હતાં તે તમામના મોત એચવનએનવનને કારણે થયાનો રિપોર્ટ આવતાં હવે કુલ મૃત્યુઆંક ૩૬ થયો છે.

ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેમાં જસદણ, જેતપુર, ઉપલેટા, રાજકોટ, વિછીયા, ગોંડલ, જામકંડોરણા, લોધીકા, કોટડાસાંગાણી, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગરના દર્દીઓનો સમાવેશ થાય છે.

(10:15 am IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • દિલ્હીમાં કેજરીવાલ દ્વારા વિપક્ષની મહારેલી :મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ સહિતના દિગજ્જ નેતાઓનો જમાવડો :આપના સંયોજક ગોપાલરાયે કહ્યું કે રેલીમાં મમતા બેનર્જી,ચંદ્રાબાબુ નાયડુ,પૂર્વ પીએમ એચડી દેવગૌડા,ફારુખ અબ્દુલ્લા અને એનસીપીના શરદ પવાર સહિતના વિપક્ષી નેતા ભાગ લેશે access_time 1:06 am IST