Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અશ્વિનભાઈ મહેતા મેમો. ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો કાલથી પ્રારંભ : ફેબ્રુઆરીમાં સમાપન

સમસ્ત બ્રહ્મસમાજનું આયોજન : કાલે પાંચ મેચ રમાશેઃ યુવાનોની સાથે સીનીયર સીટીઝનની ટીમ પણ ભાગ લેશે : કુલ ૨૪ ટીમો, લીગ મેચો ૧૨ ઓવરના અને સેમીફાઈનલ - ફાઈનલ મેચો ૧૪ ઓવરના : ઈનામોની વણઝાર

રાજકોટ, તા. ૧૨ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ આયોજીત સ્વ.અશ્વિનભાઈ મહેતા મેમો. ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી બ્રહ્મ યુવાનોની ટીમો ભાગ લેશે. જેમાં રાજકોટ, પોરબંદર, જામનગર, ચોટીલા, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ વગેરે શહેરોની ટીમોનો સમાવેશ થાય છે.

છેલ્લા ૪ વર્ષથી બ્રહ્મ અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલ તથા સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાનીની આગેવાની હેઠળ આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આવતીકાલે તા.૧૩ને રવિવારથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે અને સતત પાંચ રવિવાર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. તા.૧૦ ફેબ્રુઆરીના રવિવારના રોજ સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ રમાશે.

તા.૧૩ના રોજ પ્રથમ રવિવારે કુલ ૫ મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ સવારે ૭ વાગ્યે ગાયત્રી ઈલેવન અને બજરંગ ઈલેવન વચ્ચે, બીજો મેચ સવારે ૯ વાગ્યે વોર્ડ નંબર-૩ ઈલેવન અને શિવ ઈલેવન વચ્ચે, ત્રીજો મેચ સવારે ૧૧ વાગ્યે પરશુરામ ઈલેવન - પોરબંદર અને ઔદિચ્ય ઝાલાવાડી ઈલેવન વચ્ચે, ચોથો મેચ બપોરે ૧ વાગ્યે સારસ્વત યુવાસેવા ઈલેવન અને બ્રહ્મરક્ષા મંચ-બી ઈલેવન વચ્ચે અને પાંચમો મેચ બપોરે ૩ વાગ્યે બ્રહ્મરક્ષા મંચ-એ ઈલેવન અને મહાદેવ ઈલેવન વચ્ચે મુકાબલો યોજાશે અને આનંદની વાત એ છે કે યુવાનોની સાથે સાથે ૧ ટીમ સીનીયર સીટીઝનની ટીમ પણ છે. જે આ ટુર્નામેન્ટનું આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે સીટીઝન કો-ઓપરેટીવ બેન્કના એમ.ડી. શ્રી હારીતભાઈ મહેતા, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુકલ, સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાની તેમજ મહામંત્રીઓ દિપકભાઈ પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખશ્રીઓ પ્રશાંતભાઈ જોષી, ડો.દક્ષેશભાઈ પંડ્યા, નલીનભાઈ જોષી ઉપરાંત જયેશભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જનાર્દનભાઈ આચાર્ય, ડો.અતુલભાઈ વ્યાસ, મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોષી વગેરે ઉપસ્થિત રહેશે.

આ ટુર્નામેન્ટની વ્ય

વસ્થા સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાની અને હિરેનભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ જાની, ધવલભાઈ, મયુરભાઈ, કિશોરભાઈ, રાહુલભાઈ, જાનીભાઈ તેમજ બ્રહ્મસમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત વિવિધ તળગોળના બ્રહ્મયુવાનોની ટીમ કાર્યરત છે. આ ટુર્નામેન્ટ રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, લોકો કોલોની જામનગર રોડ ખાતે યોજાનાર છે.

તસ્વીરમાં સર્વેશ્રી નલીનભાઈ જોષી ઉપપ્રમુખ, દિપકભાઈ પંડ્યા મહામંત્રી, જનાર્દનભાઈ આચાર્ય - પૂર્વ પ્રમુખ, જયંતભાઈ ઠાકર, હિતેશભાઈ જાની - ઓર્ગેનાઇઝર, ધવલભાઈ જાની ઓર્ગેનાઈઝર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

 

(3:59 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST