Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વીજચોરીનું બીલ ગેરકાયદે ઠરાવવા થયેલ દાવો રદ : બીલ રદ થઇ શકે નહિ

ગ્રાહકના અવસાન બાદ કુટુંબીજનોને નામ ટ્રાન્સફર નહિ કરાવતાઃ વીજચોરીના કેસમાં ૧૮ વર્ષ બાદ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૧૨ : અત્રે પીજીવીસીએલના ગ્રાહકનું અવસાન થાય અને તેના કુટુંબીજનોએ નામ ટ્રાન્સફર કરાવેલ ન હોય તો તે ગ્રાહક ગણાય નહિ તેવુ ઠરાવી અદાલતે રૂ.૧,૮૧,૭૨૩ નું વીજચોરીનું બિલ ગેરકાયદેસર ઠરાવવાનુ અને રકમ પરત મેળવવાનો દાવો રદ કરી પીજીવીસીએલએ આપેલ બીલ રદ થવાને પાત્ર નથી તેવુ માની ૧૮ વર્ષ જૂના કેસનો નિકાલ અદાલતે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ઉદ્યોગનગર સબ ડીવીઝનના ગ્રાહક મનસુખલાલ કે.પટેલનું અવસાન થતા તેના વતી કીરીટભાઇ કાનજીભાઇ પટેલે રૂ.૧,૮૧,૭૨૩નું પીજીવીસીએલએ વીજચોરીનું બીલ આપેલ તે ગેરકાયદેસર ઠરાવવા તથા ભરેલ રકમ પરત મેળવવા દાવો દાખલ કરેલ હતો. ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝના નામથી ઉદ્યોગનગર સબ ડીવીઝનનું કનેકશન ધરાવતા અને ૧૦ મવડી પ્લોટમાં કારખાનુ ધરાવતા ગ્રાહકની માંગણી અદાલતે ફગાવી દીધેલ.

ગ્રાહક દ્વારા પીજીવીસીએલનું ૫૦ હોર્સ પાવરનું કનેકશન મેળવેલ અને તેમાં ચેડા કરી વીજચોરી કરેલ. જેનુ ચેકીંગ જે તે સમયના અધિકારી પી.એન.વ્યાસ દ્વારા કરવામાં આવેલ જેની કાર્યવાહી ડી.આર.શાહ દ્વારા કરવામાં આવેલ અદાલતમાં કિરીટભાઇ કાનજીભાઇ પટેલે દાવો દાખલ કરી જણાવેલ કે, તેઓએ કોઇ ચોરી કરેલ નથી. પીજીવીસીએલ દ્વારા ખોટી રીતે બીલ આપવામાં આવેલ છે.

એડવોકેટ જીતેન્દ્ર એમ.મગદાણીએ કરેલ તમામ દલીલોને માન્ય રાખી વીજકનેકશનમાં વીજચોરી થયેલ છે અને જે કાંઇ બીલ આપેલ છે. તે વ્યાજબી અને ન્યાયીક છે. તેથી વાદીનો દાવો સાબિત થતો ન હોય વાદીનો દાવો રદ કરી નાખેલ છે અને વાદીની બીલને ગેરકાયદેસર ઠરાવવાની માંગણીને પણ રદ કરેલ છે જેથી ચોરી કરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપેલ છે.

આ કામમાં પીજીવીસીએલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ.મગદાણી રોકાયેલા હતા.

(3:51 pm IST)
  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST