Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વોર્ડ નં.૯ની સુચિત સોસા. રેગ્યુલર કરવા સફળ રજૂઆત

ઋષિકેશ સોસા., પેરેમાઉન્ડ પાર્ક, માધવ પાર્ક અને ન્યુ યોગીનગર સોસા. અંગે વિજયભાઈ અને ગોવિંદભાઈ સમક્ષ રજૂઆત : સુરેશ પરમાર

રાજકોટ, તા. ૧૨ : અહિંના વોર્ડ નં.૯માં આવેલ ઋષિકેશ સોસાયટી પેરેમાઉન્ટ પાર્ક, માધવ પાર્ક તથા ન્યુ યોગીનગર સોસાયટી કે જે રૈયા સર્વે નં.૩૧૮/ પૈકીની સવાલવાળી જમીન ટી.પી. ૧૬ના મુળ ખેડ નં.૮૭/૧ સામે ફાળવેલ અંતિમ ખેડ ૮૭/૧/૧ થી ૮૭/૧/૧૫ જમીન સરકારો અને ખાનગી માલિકોના નામે બોલતી હોય ઉપરોકત સોસાયટીઓ રેગ્યુલર થવામાંથી કલેકટરે બાકાત કરી નાખેલ હોવાનું શ્રી સુરેશ પરમારની યાદીમાં જણાવાયું છે.

તેઓએ જણાવેલ કે આ બાબતની રજૂઆત લેખિતમાં એડી.કલેકટરશ્રી વોરા સમક્ષ કરેલ હતી. ત્યારબાદ સીટી સર્વે શાખા - સુપ્રિન્ટેન્ડ નગર રચના અધિકારી, ડી.એલ. શાખા તથા યુ.એલ.સી.માં છુલ્લા અગિયાર માસથી લેખિતમાં રજૂઆત કરેલ હતી અને ઉપરોકત અધિકારીઓએ જમીન અંગેની માંગેલ તમામ માહિતી પૂરી પાડેલ હતી.

આ ઉપરાંત મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ગત વર્ષે રૂબરૂ મુલાકાત કરી આ બાબતની ચર્ચા તથા લેખિતમાં ઉપરોકત ઓફીસમાં થયેલ પત્રવ્યવહારની નકલ આપી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને પણ ઉપરોકત સુચિત સોસાયટી રેગ્યુલર કરવા લેખિત રજૂઆત કરેલ હતી. જેને તાત્કાલીક ધ્યાન દોરી અને જે તે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરી યોગ્ય કરવા જણાવેલ અને આ બાબતની મીટીંગ કલેકટર ઓફીસે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે બોલાવતા ઋષિકેશ સોસાયટી, પેરેમાઉન્ડ પાર્ક, માધવ પાર્ક તથા ન્યુ યોગીનગર સોસાયટીને રેગ્યુલર કરવાની અગ્રતા આપેલ. આ બાબત કલેકટરશ્રી તરફથી ટૂંક સમયમાં ઉપરોકત સોસાયટી ઉપરાંત અન્ય સોસાયટી પણ રેગ્યુલર થઈ જશે તેમ જણાવાયંુ હતું. આ તમામ સોસાયટી નિયમિત કરવા માટે ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણીનો પણ સહયોગ મળેલ. ઉપરોકત તમામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો આભાર માનેલ હોવાની શ્રી સુરેશ પરમાર (મો.૯૮૨૪૮ ૫૫૮૦૦)ની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૨)

(3:49 pm IST)