Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા વિદ્યોતેજક પુરસ્કાર-જ્ઞાતિ સેવા એવોર્ડ એનાયત

રાજકોટ : તાજેતરમાં મોઢ વણિક યુવા ગ્રુપ- રાજકોટ તથા મોઢ વણિક સમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ, જ્ઞાતિ એવોર્ડ વિતરણ સમારંભ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમનાં વિશાળ હોલમાં યોજવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં પ્રમુખ કિરેનભાઇ છાપીયાએ સર્વેને આવકારી સ્વાગત કરેલ. આ પ્રસંગે સમારંભનાં અધ્યક્ષસ્થાને હેમલભાઇ મોદી, દિપ-પ્રાગટય-સમારોહ-ઉદ્દઘાટકપદે અજયભાઇ ગઢીયા, સમારોહનાં મુખ્ય મહેમાનપદે હરેનભાઇ મહેતા, સાવનભાઇ ભાડલીયા, કોૈશિકભાઇ કલ્યાણી, અમિતભાઇ કે. પટેલ, ડો. નિરજભાઇ મહેતા, નિરવભાઇ મહેતા, પ્રશાંતભાઇ ગાંગડીયા, દિપેશભાઇ કલ્યાણી, કલ્પેશભાઇ વોરા, સમીરભાઇ વોરા સહિત યુવા નવી પેઢી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીગણને પ્રોત્સાહિત કરેલ. ઉપસ્થિત સર્વેનું શાલ તથા મોમેન્ટોથી સન્માન કરવામાં આવેલ. અનુક્રમે મુકેશભાઇ દોશી, અશ્વિનભાઇ પટેલ, અનુપમભાઇ દોશી, દિવ્યાંગભાઇ શાહ(સેટુભાઇ), શ્રેયાંશભાઇ મહેતા, ઘનશ્યામભાઇ ભાડલીયા, ગોપાલભાઇ મહેતા, સંજયભાઇ મણીયાર, ડો. નૈમિષભાઇ પરીખ, કમલેશભાઇ મહેતા, કિરીટભાઇ પટેલ, તુષારભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં વિદ્યોતેજક પુરસ્કાર યોજના હેઠળ જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કાર, ભેટ, શિલ્ડ, પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ. વિશેષ પદવી કે પ્રતિભા મેળવાનાર સહિત ૧૬૫ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. ધોરણ ૧ થી પમાં પ્રથમ-દ્વિતીય-તૃતિય ને મોમેન્ટો, શિલ્ડ સ્વ. ગોરધનદાસ ગોવિંદજી રાઠોડ તથા અજયભાઇ પી. રાઠોડ તરફથી આપવામાં આવેલ. ધોરણ ૬ થી કોલેજ સુધી પ્રથમ, દ્વિતીય, તૃતિયને ઇનામ  સ્વ. ચંચળબેન હિંમતલાલ વોરા તથા સ્વ. પ્રફુલભાઇ હિંમતલાલ વોરાના સ્મરણાર્થે (હસ્તે ભાગ્યેશભાઇ વોરા) તથા પ્રવિણભાઇ દોશી, વસંતાબેન એમ. ગાંધી(હસ્તે હરેનભાઇ તથા ગોપાલભાઇ ગાંધી) તથા પ્રકાશભાઇ ગાંગડીયા, નરેન્દ્રભાઇ સરખેડી તરફથી બાળકોને ઇનામ આપવામાં આવેલ. મોઢ વણિક યુવા ગ્રુપ પ્રતિ વર્ષ અપાતો જ્ઞાતિ સેવા રત્ન એવોર્ડ ચાલુ વર્ષે જ્ઞાતિ સેવાનાં આજીવન ભેખધારી, રાજકોટ જ્ઞાતિ અગ્રણી તથા એડવોકેટ સ્વ. ધીરૂભાઇ શાહનાં ધર્મપત્ની તથા મોઢ વણિક મહિલા છાત્રાલયનાં પ્રમુખ વાસંતીબેન ધીરૂભાઇ શાહને જ્ઞાતિ અગ્રણી સી.એ. પ્રેકટીશ્નર હેમલભાઇ મોદીનાં હસ્તે એનાયત કરવામાં આવેલ. વાસંતીબેન શાહની નાદુરસ્ત તબિયતને લઇને જ્ઞાતિ સેવા એવોર્ડ-૨૦૧૮ તેમના પુત્ર દિવ્યાંગભાઇ શાહએ સ્વીકારેલ. એમને રાજકોટની ત્રણ સંસ્થા એટલે કે મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક મિત્ર મંડળને ત્રણેયને અગિયાર- અગિયાર હજાર પ્રોત્સાહિત ડોનેશન ડીકલેર કરેલ. વાસંતીબેન શાહે પોતાના સંદેશાપત્રમાં આભારની લાગણી વ્યકત કરેલ. તેવી જ રીતે જામનગર જ્ઞાતિ અગ્રણી દ્વારકાદાસ પી. મહેતાને જ્ઞાતિ અગ્રણી રીલાયન્સનાં વિક્રેતા એવા અજયભાઇ ગઢીયાના હસ્તે યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઇ છાપીયાને એનાયત કરી સમગ્ર વિદ્યાર્થીગણ, વાલીગણ, જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિમાં જાહેર બહુમાન.... આદર સત્કાર સાથે શાલ તથા મોમેન્ટો અર્પીને કરવામાં આવેલ. જાજરમાન વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ સમાપન બાદ ઉપસ્થિત સર્વ જ્ઞાતિજનોને ગ્રુપ તરફથી દરેક જ્ઞાતિબંધુને રજય જયંતિ વર્ષ હોય એક આકર્ષક ગીફટ પેકેટ દરેક જ્ઞાતિબંધુને કુટુંબદીઠ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કિરણભાઇ છાપીયા, માનદમંત્રી કેતનભાઇ પારેખ, પ્રોજેકટ ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, ડો. કમલેશભાઇ પારેખ, જિજ્ઞેશભાઇ મેસ્વાણી, સંજયભાઇ મહેતા, જયેન્દ્રભાઇ મહેતા, મુકેશભાઇ પારેખ, જિજ્ઞેશભાઇ દોશી, પાયલબેન દોશી, યતિનભાઇ ધ્રાફાણી, ધર્મેશભાઇ મહેતા, અજયભાઇ પરીખ, સુનીલભાઇ બખાઇ, ઇલેશભાઇ પારેખ, નયનભાઇ પરીખ, પનિષભાઇ શાહ, છાયાબેને જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ પારેખ અને ધરતીબેન કલ્યાણીએ કરેલ. આભારવિધી કેતનભાઇ મેસ્વાણીએ કરેલ તેમ મંત્રી કેતનભાઇ પારેખની યાદીમાં જણાવેલ છે.

(3:33 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST