Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જૈન યુવા જુનીયર દ્વારા વિન્ટર વુડ્ઝ ફનફેર- ૨૦૧૯ સંપન્ન

બે દિવસમાં ૧૫૦૦૦ લોકોએ મુલાકાત લીધીઃ કરાઓકે મ્યુઝીકલ અને ડીજેએ ધુમ મચાવી

રાજકોટઃ જૈન યુવા જુનીયર ગ્રુપ દ્વારા શ્રી નાગર બોર્ડીંગ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, ખાતે તા.૫- ૬ દરમ્યાન ''વિન્ટર વુડ્ઝ  ફનફેર- ૨૦૧૯''નું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ ''વિનર વુડ્ઝ ફનફેર-૨૦૧૯'' ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ તથા જૈન ફુડ સ્ટોલ, ટેટુ આર્ટીસ્ટ, નેઈલ પેઈન્ટ આર્ટીસ્ટ, સ્ક્રેચ આર્ટીસ્ટ, રેડીમેઈડ, ડ્રેસ મટીરીયલ્સ, કોસ્મેટીકસ, બ્યુટી પાર્લર, બેકરી આઈટમ, જવેલરી આઈટમ, મહેંદી, અવનવી વેરાઈટી અને વિવિધ ગેઈમ્સ, હેન્ડી ક્રાફટ, કિચનવેર સહિત કુલ ૬૪ જેટલા સ્ટોલ કરવામાં આવેલ હતા. જેનો મુલાકાતીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધેલ હતો. ઉપરાંત સ્વાદનાં શોખીનો માટે સ્વાદિષ્ટ અને શુધ્ધ જૈન ખાણી પીણીના સ્વાદનો તડકો, પધારેલ આમંત્રીતો અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ.

બે દિવસ ચાલેલ ''વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯'' તા.૫નાં રોજ ડી.વી.મહેતા તથા જય મહેતા (એક્રોલોન્સ), ચંદ્રકાન્તભાઈ શેઠ (જૈન અગ્રણી), જયેશભાઈ વસા (જૈન બ્રાઈટ), નિલેશભાઈ ભાલાણી (અંબા આશ્રીત)નાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૈન અગ્રણી સર્વેશ્રી જીતુભાઈ કોઠારી (મહામંત્રી- રાજકોટ શહેર ભાજપ), ગીરીશ મહેતા (મહેતા ટી ડીપો), સુજીતભાઈ ઉદાણી (જાણીતા બિલ્ડર), મયુરભાઈ શાહ, અમિનેશભાઈ રૂપાણી, મેહુલભાઈ દામાણી (પ્રમુખઃ જેએસજી- રાજકોટ મીડટાઉન), દર્શનભાઈ શાહ તથા પ્રકાશ શાહ (પનાસ), અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ), રાજભાઈ દક્ષીણીએ વિશેષ મુલાકાત લીધેલ હતી.

''વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯''ની મુલાકાત લેનાર દરેક વ્યકિતનાં એન્ટ્રી પાસનો એક લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ વિજેતાને લક્કી ડ્રોનાં સ્પોન્સર પનાસના દર્શનભાઈ શાહનાં હસ્તે વિજેતાને એલઈડી ટીવી આપવામાં આવેલ હતું, આ ઉપરાંત બન્ને દિવસનાં મુલાકાતીઓના એન્ટ્રી પાસ વચ્ચે રૂ.૨૫૦૦૦ જેટલી રકમનાં ટીવી, મોબાઈલ, જયુસર, વેકયુમ કલીનર અને ડીનર સેટ જેવા ઈનામો આપવામાં આવેલ હતા. આ ઉપરાંત બેસ્ટ ક્રિએટીવ સ્ટોલમાં માનવતા સ્ટોલ (જૈન સોશ્યલગ્રુપ- મેઈન) અને બેસ્ટ ડેકોરેટીવ સ્ટોલમાં ધી નેવર બી ફોર (કુણાલ મહેતા- ખુશ્બુ ભરવાડા)ને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરેલ. આ ફનફેરના મુખ્ય પાર્ટનર તરીકે એક્રોલોન્સ કલબ અને લકકી ડ્રોનાં મુ્ખ્ય સહયોગી તરીકે પનાસ (યાજ્ઞિક રોડ), ઉમીયા ગ્રુપ, ઓસ્કાર (પટેલ ટીમ્બર), એન્જોય સીટી તથા પટેલ ઓટો કેર (તુષાર ધ્રુવ)નો સહયોગ સાંપડયો હતો.

વિન્ટર વુડ્ઝ ફનફેર- ૨૦૧૯ સફળ બનાવવા રૂષી વસા, આકાશ ભાલાણી, શ્રેણીક વોરા, ધવલ ગાંધી, રાજન બાટવીયા, રોનક દોશી, ગૌરવ વોરા, ભાવિક વોરા, વિમલ પારેખ, રૂષભ વોરા, કૃણાલ મહેતા, અંજલી દોશી, ફોરમ બદાણી, સરલ દોશી, ભાવિક મહેતા, દિપેશ ગાંધી, બ્રિજેશ દોશી, શિલ્પા વસાએ જહેમત ઉઠાવેલ. આ ઉપરાંત સુજીતભાઈ ઉદાણી, ભરતભાઈ શેઠ અને વિમલભાઈ કામદારનું માર્ગદર્શન અને સહકાર મળેલ હતો.

(3:26 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST