Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ફાયનાન્સ કંપનીમાંથી લોન લઇને આપેલ ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા ૧૧ : શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., રાજકોટમાંથી વાહન ઉપર લોન લઇ વાહનના હપ્તા નહીં ભરતા કંપનીના  અધિકારી દ્વારા રાજકોટની કોર્ટમા ંધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરતા તહોમતદાર રણછોડ વાલાણીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ હેઠળ એક વર્ષની  સાદી કેદની સજા તથા રૂા ૨,૯૮,૫૫૭/- દંડ  જે ફરીયાદીને વળતર પેેટે  ચુકવવો   અને  જો આરોપી દંડ (વળતરની રકમ)  ભરવામાં કસુર કરે તો વધુ  ૬ માસની સાદી કેદની સજા રાજકોટની અદાલતે ફરમાવી હતી.

આ અંગેેની વિગત એવી છે કે, ફરીયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., ઠે. શ્રી રઘુનાથ કોમ્પ્લેક્ષ,  પહેલા માળે,  નાનામવા મેઇન રોડ, ગ્રાન્ડ સેન્ટ્રલ મોલની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે, રાજકોટવાળાએ રણછોડભાઇ. બી. વાલાણી, રહે. મોટી લાખાવડ, તા. જસદણ, જી. રાજકોટવાળા વિરૂધ્ધ એવી મતલબની ફરીયાદ કોર્ટમાં કરેલ કે,  આરોપી રણછોડભાઇ બી. વાલાણીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. પાસેથી વાહન નં. જીજે-૮વી ૦૬૫૯  ઉપર લોન કમ  હાઇપોથીકેશન એગ્રીમેન્ટ કરી લોન લીધેલ હતી અન ેતે લોનના હપ્તા ભરપાઇ કરવામાં આરોપી નિષ્ફળ ગયેલ, જેથી ફરીયાદી કંપની દ્વારા તહોમતદારને લોન ભરપાઇ કરવા જણાવેલે જેથી તહોમતદાર  દ્વારા ફરીયાદીને પોતાના ખાતાનો ચેક આપેલ અને તે ચેક પાસ થઇ જશે ત ે અંગે વચન તથા  વિશ્વાસ આપેલ જેથી ફરીયાદી  દ્વારા  સદરહું ચેક પોતાના ખાતામાં  જમા  કરાવતા, સદરહું ચેક અપુરતા ફંડના શેરા સાથે પરત ફરેલ.

આ અંગે ફરીયાદીના એડવોકેટશ્રી દ્વારા તહોમતદારન ેતેમના છેલ્લા સરનામે કાયદેસરની નોટીસ રજી.એ.ડી. તથા યુ.પી.સી. થી  મોકલવામાં આવેલ તેમ છતાં તહોમતદારે  ફરીયાદીને  ચેકની રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદી કંપનીએ તહોમતદાર  રણછોડભાઇ બી. વાલાણી સામે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અને ૧૪૨ મુજબ રાજકોટની  ફોજદારી અદાલતમાં ફરીયાદ કંપનીના જવાબદાર અધિકારી  યશવંતસિંહ સતુભા જાડેજા એ  કરેલ હતી.

અદાલતે કેસના તમામ પાસાઓ ધ્યાને લઇ આખરી હુકમ મુજબ આરોપી રણછોડભાઇ બી. વાલાણી ને ધી જેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુન્હામાં  તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી  કેદની  સજા તથા ચેકની રકમ વળતર પેટે ફરીયાદીને આપવાનો હુકમ કરેલ છે અને વળતરની રકમ ૩ માસમાં ફરીયાદીને ન ચુકવે તો આરોપીને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ  ફાયનાન્સ કંપની લીે., રાજકોટ તરફથી એડવોકેટ તરીકે શ્રી મયંકકુમાર આર. પંડયા, અનિતાબેન વાઘેલા, સી.આર. ચાવડા, કોૈશલ એમ. વ્યાસ, રીતેષ કલ્યાણી, કિશોરભાઇ પટેલ  અને કલ્પેશ બી. સગપરીયા રોકાયેલા હતા.

(3:25 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST