Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

બુધવારથી લીઓનીડસ ઉલ્કાઓ વરસશે

વિશ્વભરમાં તા.૧૩ થી ૨૦ મી સુધી અવકાશી નજારો જોવા મળશે : કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કા સ્પષ્ટ નિહાળી શકાશે : ખગોળીય ઘટનાના અવલોકન અર્થે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં નિદર્શન કાર્યક્રમો : શનિ-રવિ મહત્તમ ઉલ્કાવર્ષા : સૌરમંડળમાં ભ્રમણ કરતા ધુમકેતુઓના વિસર્જનથી છુટા પદાર્થોના સાપેક્ષ વેગથી તેલ લીસોટા સર્જાય છે જેને ઉલ્કા કહેવામાં આવે છે : વર્ષમાં ૧૦ થી ૧૨ વખત આવી ઉલ્કા વર્ષા જોવા મળે છે : તેને ફાયરબોલ, અગનગોળા પણ કહેવામાં આવે છે : તા.૧૩ ના બુધવારથી વરસનાર લીઓનીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવા જાથા દ્વારા અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ : રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર સહીત રાજયભરમાં નિદર્શન કાર્યક્રમો : જાથાના અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહીત, કિશોરગીરી ગોસાઇ, ઉમેશ રાવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રમોદ પંડયા, નાથાભાઇ પીપળીયા, વિનોદ વામજા, પ્રો. ભરત પંડયા, ભરતભાઇ મહેતા, રમેશ પરમાર સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે : ઉલ્કાવર્ષા સંબંધિત વિશેષ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)