Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રસીકરણ સંપૂર્ણ આહાર સ્વચ્છ વાતાવરણથી ન્યુમોનીયા અટકાવી શકાય

કાલે ૧૨ નવે. વર્લ્ડ ન્યુમોનિયા ડે..

રાજકોટ,તા.૧૧: વોકહાર્ટ હોસ્પીટલના બાળરોગ નિષ્ણાંત ડો, તૃપ્તિ બી.વૈશ્નાણી ન્યુમોનિયા વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે ૧૨મી નવેમ્બર વર્ડ ન્યુમોનિયા ડે તરીકે ૨૦૦૯થી ઉજવાય છે. ન્યુમોનિયા વિશે જાગૃતતા લાવવા તેમજ પાંચ વર્ષની ઉમરથી નાના બાળકોમાં એ સૌથી મોખરે વતુ મોતનું કારણ છે કે જેને આપણે અટકાવવા માટે પુરતો પ્રયત્ન કરવો જ જોઈએ. ન્યુમોનિયાથી કેવી રીતે રક્ષણ મેળવવું,કેવી રીતે તેની રવાર કરવી તેના માટે કઈ કઈ બાબતોનું ઘ્યાન રાખવુ તેમજ તેને અટકાવવા કયાં પગલા ભરી શકાય તે વિશે વધારે વિચારવું જરૂરી છે. ન્યુમોનિયાને અટકાવી પણ શકાય છે અને તેની સારવાર પણ શકય છે છતાય પાંચ વર્ષથી નાના બાળકોમાં મોતનુ કારણ મુખ્યત્વે ન્યુમોનિયા ય છે. રસીકરણ તથા ન્યુમોનિયા અટકાવવાના પ્રયત્નો કરવાથી પ્રમાણ ધટાડી પણ શકાયુ છે. જે લોકો સ્લમ-પછાત વિસ્તારોમાં હોય તેમાં મોનિયાનું પ્રમાણ સૌથી વધારે છે. દરેક બાળક ભલે તે ગરીબીમાં જન્મેલો હોય છતા પણ તે બાળકને બધી જ દવાઓ તથા બધા જ રસીકરણ વાને લાયક છે.સસુકારે પણ ન્યુમોનિયા વિરોધી રસીકરણ પોતાના તરફથી બધા જ બાળકોને આપવામાં આવે તેનો પ્લાન ચાલુ છે.થોડા સમય છી સરકારી રસીકરણ કેન્દ્રમાં પણ આ રસી વિનામુલ્યે મળી શકશે.

ન્યુમોનિયાના રોગની ગંભીરતા વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે ૮,૦૦,૦૦૦ બાળકો દર વર્ષે ન્યુમોનિયાથી મરણ પામે છે એટલે કે ર બાળક દર મિનિટે મૃત્યુ પામે છે,.બાળ મરણના કારણોમાં ન્યુમોનિયા ધટતુ જાય છે.પણ તે ખુબ જ ધીરે ધીરે દ્યટે છે. તેની સરખામણીમાં બીજા રોગોઝડપથી કાબુમાં લાવી શકાય, છે. સન ૨૦૩૦ સુધીમાં ન્યુમોનિયા નાબુદ કરવાનો પ્રયાસ છે.તેના માટે ૧૦૦% રસીકરણ ,ઓકિસજન તથા સારી એન્ટીલાયોટીકસ જરૂરી છે. તેના માટે અત્યારથી જ પ્રયત્નો ચાલું થઈ ગયા છે.પાંચ વર્ષથી નાના બાળકોમાં ૧૫% મોત ન્યુમોનિયાથી થાય છે.૨૦૧૭ માં ૮,૦૮,૬૯૪ બાળકોના મોત થયા હતા. ન્યુમોનિયા બેકટેરીયા,વાઈરસ તથા ફુગથી ય છે.રસીકરણ,સંપુર્ણ આહાર,સ્વચ્છ વાતાવરણથી ન્યુમોનિયા અટકાવી પણ શકાય છે.બેકટેરીયાથી થતો ન્યુમોનિયા એન્ટીબાયોટીકસ દવાઓથી મટાડી શકાય છે.પરંતુ ૧/૩ બાળકોને જરૂરી એન્ટીબાયોટીકસ દવાઓ પણ નથી.

ન્યુમોનિયાના લક્ષણો વિશે માહિતી આપતા ડો. તૃપ્તિ બી.વૈશ્નાણી એ જણાવેલ હતુ કે ન્યુમોનિયા સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે.જયાર્રેન્યુમોનિયા થાય ત્યારે ફેફસાની અંદરના ભાગમાં હવાની જગ્યાએ રસી અને પાણી ભરાઈ થાય છે.જેના લીધે શ્વાસ લેવામા તકલીફ થાય છે અને ઓકિસજનની જરૂરીયાત વધી થાય છે.વિશ્વભરમાં ન્યુમોનિયા સૌથી મોટુ અને એકમાત્ર મોતનુ કારણ છે. ન્યુમોનિયા બાળકો તેમજ પુરા વિશ્વમા દરેક ધરોમાં છે. તેમાં પણ સૌથી વધારે દક્ષિણ એશીયા અને સહારા તેમજ આફ્રિકામાં અધારે જોવા મળે છે.જો થોડી વધારે જાણકારી મેળવીએ અને વધારે પડતી સારસંભાળ રાખીયે,તંદુરસ્ત રહેવાના પુરા પ્રયત્નો કરીએ તો આપણે ન્યુમોનિયા અટકાવી શકીએ છીએ.

તો આ વૈશ્વીક સમસ્યાને આપણી સમસ્યા ગણીને વિશ્વના ઉઘ્ધાર તથા ન્યુમોનિયા અટકાવવા આપણાથી તથા આપણા પરિવારથી સારા પ્રયત્ન ',  કરી અને દેશ તથા દુનિયાને ન્યુમોનિયા મુકત બનાવીએ.

(3:23 pm IST)