Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

લક્ષ્મી સોસાયટીમાં વસંતભાઇ રાખશીયા અને તેમના બહેન પર પાઇપથી હુમલો

ભાણેજના સગપણમાં અડચણ ઉભી કરવાની ના પાડતાં બચુભાઇ વાઘેલા સહિતનાએ પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટી-૧/૬ના ખુણે રહેતાં અને  ટ્રેકટરમાં રેતી-કપચીના ફેરા કરતાં વસંતભાઇ વાલજીભાઇ રાખશીયા (વણકર) (ઉ.૪૨) તથા પડોશમાં વિમલા સોસાયટીમાંથી તેમના ઘરે આવેલા તેમના બહેન મીનાબેન અજયભાઇ ગોહેલ (ઉ.૪૩) પર બચુભાઇ વાઘેલા, રાહુલ બચુભાઇ, ઉર્મિલાબેન સહિતનાએ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકી મારફત આ બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. વસંતભાઇની ભાણેજના સગપણની વાત ચાલતી હોઇ તેમાં બચુભાઇ અડચણ રૂપ થતાં હોઇ તેને સમજાવતાં ખાર રાખી હુમલો કરવામાં આવ્યાનું જણાવાયું હતું.

(12:59 pm IST)