Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ ચોરતાં સુરેશ નામના બે શખ્સો પાસામાં ધકેલાયા

ઢેબર કોલોની પાસેના નારાયણનગરના બંને શખ્સને વડોદરા-સુરત જેલમાં ધકેલાયાઃ એ-ડિવીઝન પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૧૧: મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી રોકડ સેરવી લેવાના ગુના આચરતાં અગાઉ પકડાયેલા બે શખ્સો સુરેશ દુલાભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૪૦-રહે. ઢેબર કોલોની પાસે ઝુપડામાં નારાયણનગર) તથા સુરેશ ઉર્ફ સુરી હેમાભાઇ જાડેજા (દેવીપૂજક) (ઉ.૩૦-રહે. નારાયણનગર પાસે ઢેબર કોલોની ઝૂપડામાં)ને પાસા તળે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જુદી-જુદી જેલમાં ધકેલી દીધા છે.

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવતાં તેના ગુના સામે આવ્યા હોઇ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવતાં તે મંજુર થઇ હતી. સુરેશ સોલંકીને સુરત જેલમાં અને સુરેશ ઉર્ફ સુરી જાડેજાને વડોદરા જેલમાં ધકેલાયો છે.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, પીસીબી પી.આઇ. એસ. એન. ગડ્ડુ તથા પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ રણજીતસિંહ ઝાલા, બી. વી. ગોહિલ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, દિપકભાઇ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, નરેશભાઇ ઝાલા, મોૈલિક સાવલીયા, જગદીશ વાંક અને મેરૂભા ઝાલા તથા રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી સહિતે આ કામગીરી કરી હતી.

(12:59 pm IST)