Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઢોલ ટબુકયા

નવરાત્રી માટે કોર્પોરેશન દ્વારા મેદાનના ટેન્ડર પ્રસિધ્ધ

રેસકોર્ષ A,B, નાનામવા સર્કલ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, મઘુવનપાર્ક સહિતના ૩૦૭૩ ચો.મી.થી ૧૧,૪૩૦ ચો.મી. સુધીના પ્લોટ ભાડે અપાશેઃ અપસેટ પ્રાઇઝ પ્રતિ ચો.મી.રૂ. પ થી ૬ :તંત્રને લાખોની આવકની આશા

રાજકોટ તા. ૧૧ : દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી માટે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ મેદાન ભાડે આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા જન્માષ્ટમની નવરાત્રી, દિવાળી સહિતના તહેવારોમાં મેદાન ભાડે આપવામાં આવે છ.ે

જે અન્યોય આગામી નવરાત્રી મહોત્સ્વ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ વિભાગ-૧ ૧૧.૪૩૦ ચો.મી. , અપાશે. રેસકોર્સ વિભાગ-૩ ૧૧.૪રપ ચો.મી., નાનામવા સર્કલ (એચ.પી.સી.એલ.) પેટ્રોલ પંપ પાસેથો પ્લોટ ૯૪૩૮ ચો.મી. સાધુવાસવાણી રોડ, રાજપેલેસ સામેનો પ્લોટ પ૩૮૮ ચો.મી., પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ બાજુમાં રૈયા રોડ, ૩૦૭૩ ચો.મી. એફ.પી.નં.૯૪ મધુવન પાર્ક પાસે, મોરબી રોડ, ૬૩૭૧ ચો.મી., તથા એફ.પી. નં. ૯પ મધુવન પાર્ક પાસે, મોરબી રોડ, પ૧૯૦ ચો.મી. સહિત કકુલ ૭ મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે જેની અપસેટ કિંમત પ્રતિ ચો.મી. ની રૂ. પ થી ૬ નકકી કરવામા઼ આવી છે.

(4:12 pm IST)