Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બંધ માં સહકાર આપનાર રાજકોટની જનતાનો આભાર : મહેશ રાજપૂત

રાજકોટ તા ૧૧ : સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટીની મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી સરકાર સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત દેશના અને ભારતના નાગરિકોના હિતમાં બંધનુંએલાન આપવામાં આવેલ હતું જેમા રાજકોટ શહેરના નાગરીકોએતેમજ શાળા-કોલેજ એશોસિએશન, વેપારી એશોસિએશન, ગોલ્ડ એશોસિએશન, ઇમીટેશન એશોસિએશન, જેવા તમામ સંગઠનોએ બંધના એલાનને સસાથ અને સહકાર આપ્યો અને રાજકોટની શાંતિ જળવાઇ રહી તે માટે રાજકોટ શહેર-જીલ્લા સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે સોૈનો આભાર માન્યો છે. તેમ આજ રીતે સર્વે સાથ સહકાર આપતા રહે અને સોૈ રાજકોટનો વિકાસ સાથે મળીને કરીએ તેવી આશા વ્યકત કરી છે.

તેઓએ વિરોધપક્ષના નેતા ઘનશ્યામભાઇ સાગઠીયા, તેમજ સર્વ કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનીષાબા વાળા, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ,NSUI પ્રમુખ જયકિશનસિંહ ઝાલા, એસ.સી.એલ. ચેરમેન નરેશભાઇ સાગઠીયા, ોઘુમતી ચેરમેન યુનુસભાઇ ઝુનેજા, ફરિયાદ સેલ ચેરમેન આશિષ વાઢેર, અસંગઠિત મજદૂર સેલ મહેશ પાસવાન, શિક્ષણ સમિતિ સદસ્યશ્રીઓ તેમજ રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનશ્રી ડો. હેમાંગ વસાવડા, પ્રદિપ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઇ ડાંગર, મુકેશ ચાવડા, ગોવિંદ સભાયા અને રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરશ્રીઓની આભારની લાગણી વ્યકત કરી છે

(4:11 pm IST)