Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓની હાજરીમાં ખરીદી અંગે માહિતી - ઓર્ડર અંગે ૧૫મીએ સેમીનાર

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે જરૂરી માલસામાન સપ્લાય કરવા અંગે : ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું આયોજન : નામ નોંધણી ચાલુ

રાજકોટ, તા. ૧૧ : અત્રેથી ભારતીય સંરક્ષણ ક્ષેત્રે વપરાતા માલ સામાન તથા સ્પેર પાર્ટ ખરીદી અંગે જરૂરી ઓર્ડરો આપવા અંગે માર્ગદર્શન તથા માહિતી આપવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તથા અભ્યુદય ટેકનો ઈકોનોમીક કન્સલ્ટન્ટના સંયુકત ઉપક્રમે તા.૧૫ને શનિવારે સવારે ૯:૩૦ થી ૧ સુધી હોટલ પંચવટી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં સંરક્ષણ ક્ષેત્રે જુદા જુદા વિભાગમાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત અધિકારીઓ દિનેશ ખારે - કાનપુર, સીનીયર ડીઝાઈન એન્જી. જાવેદ અસલાક (એચએએલ) - કાનપુર તથા અરૂણ જોષી, પંકજ જે. સોની અને સી. આર. મેકવાન (ઈસરોના વૈજ્ઞાનિક) તથા અભ્યુદય કન્સલ્ટન્સીના ધવલભાઈ રાવલ તથા રવીનભાઈ વ્યાસ ઉપસ્થિત રહી માહિતી પ્રદાન કરશે. તેમજ કેટલાક સ્પેર પાર્ટના  નમૂનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે.

આ ક્ષેત્રે રસ ધરાવતા સર્વે વેપારી તથા ઉદ્યોગકારોએ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ કાંતિભાઈ જાવીયા (મો.૯૪૨૬૨ ૦૧૬૩૩), એડીકો સ્પેર્સ, ગોદરેજ શોરૂમ સામે, ભકિતનગર સ્ટેશન રોડ, રાજકોટ ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બર ખાતે કાયમી ધોરણે માર્ગદર્શન મળી રહે છે. તે ઉદ્દેશથી અભ્યુદય કન્સલ્ટન્સી સાથે થયેલ કરાર મુજબ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવશે. સેમીનારમાં ભાગ લેનાર પ્રથમ ૫૦ વ્યકિતઓનું ફ્રી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા માનદ ઈન્ચાર્જ મંત્રી ઈશ્વરભાઈ બ્રાંભોલીયા દ્વારા જણાવાયું છે.(૩૭.૧૦)

(4:04 pm IST)