Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટ જીલ્લાના ૪ તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી અંગે ૧૭મીએ જાહેરનામુ

૨૫મી સુધી ફોર્મ ભરી શકાશેઃ ૭ ઓકટોબરે સવારે ૮ થી ૫ મતદાન

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ જીલ્લાના ૪ તાલુકા પંચાયતની એક એક બેઠકની પેટા ચૂંટણી અંગે જાહેરનામુ બહાર પાડયુ છે. કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે આ ૪ બેઠકો અંગે ૧૭મીએ જાહેરનામુ બહાર પડશે અને ૨૫મી સુધી ફોર્મ ભરી શકાશે અને ૭ ઓકટોબરે સવારે ૮ થી ૫ મતદાન થશે. જે ૪ તાલુકા પંચાયત છે. તેમાં પડધરીની પડધરી-૨ બેઠક, વિંછીયાની અમરાપુર, ઉપલેટાની ઢાંક અને જેતપુરની ચાંપરાજપુર બેઠક માટે ચૂંટણી થશે. કુલ ૧૯ મતદાન મથક અને તેમાથી ૬ સંવેદનશીલ જાહેર થયા છે. ઈવીએમથી મતદાન થશે. કુલ ૧૨૩નો ચૂંટણી સ્ટાફ, ૬૭નો પોલીસ સ્ટાફ અને કુલ ૧૬૯૩૦ મતદારો હોવાનું જાહેર કરાયુ છે.(૨-૧૬)

(4:03 pm IST)