Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટની ટ્રાફીક સમસ્યા ઉકેલવા રસ્તા પહોળા કરવા એજ 'શ્રેષ્ઠ વિકલ્પ'

ગુજરાતમાં રસ્તાઓની ક્ષમતા કરતા વાહનોની સંખ્યા વધુ છે તે બાબત સર્વસ્વીકૃત થઇ છે ત્યારે : અગાઉ રૈયા રોડ અને છેલ્લે ટાગોર રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડની ટ્રાફીક સમસ્યા નિવારવા રસ્તાજ પહોળા કર્યા છે : યાજ્ઞિક રોડની ટ્રાફીક સમસ્યા માટે પણ ધર્મેન્દ્ર કોલેજથી ટાગોર રોડને જોડતોવેકલ્પીક રોડ બનાવ્યો છે તેમાં ડીએચ કોલેજની જમીન સંપાદન કરી હતી. : હવે સમગ્ર રાજકોટમાં આ પ્રશ્ન જટીલ બન્યો છે ત્યારે ૩ થી પ વર્ષનો રોડમેપ તૈયાર કરી અગ્રતા ક્રમ મુજબ રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવી જોઇએ : મલ્ટી લેવલ પેઇડ પાર્કિંગ માટેના પોઇન્ટ પણ શોધવા જોઇએ : કોર્પોરેશનને પણ આવક થશેઃ પેઇડ પાર્કિંગથી વાહનની સલામતી વધશે.

રાજકોટ તા. ૧૦ : કેન્દ્દ્રીય ટ્રાન્સપોર્ટ વિભાગના તાજેતરના અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગુજરાત સહિત દેશની રાજધાની સહિત દરેક રાજયોના જિલ્લ મથકોમાં રોડની ક્ષમતા કરતા અનેક ગણાવધુ વાહનો રસ્તાપર દોડી પ્રદુષણની માત્રામાં સતત વધારાની સાથે ટ્રાફીક સમસ્યા વાહનોની પાર્કિંગ સમસ્યા દરેક રાજય શહેરોમાં વિકસી રહી છે.

દેશની રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરોમાં જેવી વાહનોની ટ્રાફીક સમસ્યા છે તેવીજ  ટ્રાફીક સમસ્યા રાજકોટમાં પણ છે. રાજકોટમાં હાલ વાહનોની સંખ્યા રસ્તાની ક્ષમતા કરતા વધુ હોવાનું પણ રેકર્ડ પર આવ્યું હતું.રાજકોટની ટ્રાફીક સમસ્યા નિવારવા માટે આમ જોઇએ તો એક માત્ર ઉકેલ છે રસ્તાઓ પહોળા કરવા અને વિશાળ પેઇડ પાર્કિંગ સ્ટેન્ડ ઉભા કરવા ભુતકાળમાં રૈયા રોડની ટ્રાફીક સમસ્યા નિવારવા અસંખ્ય દુકાનોની કપાત કરીને જ પ્રશ્ન હલ કર્યો હતો જયારે છેલ્લા બે વર્ષમાં સંતકબીર રોડ અને ભાવનગર રોડ પર પણ રસ્તાની કપાત કરીનેજ ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લવાયો છે. ટુકમાં વાહનોની ક્ષમતા મુજબ રસ્તા મોટા કર્યાછે.

હવે જયારે રાજકોટમાં ટ્રાફીક સમસ્યા ઉદભવી છે ત્યારે સમયાંતરે એકાદ બે રસ્તા પહોળા કરવાને બદલે આખા રાજકોટની ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારના રસ્તાઓનું નીરીક્ષણ કરીને જેજે જગ્યાએ સરળતાથી રસ્તાની કપાત થઇ શકતી હોય તેવા રોડનું નીરીક્ષણ કરીને ૧ થી પ વર્ષનો રોડમેપ તૈયાર કરવો જોઇએ. તેવો મત રાજકોટના પ્રજાજનોમાં પ્રવર્તી રહ્યો છ.ેરાજકોટની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે એકમાત્ર રસ્તા પહોળા કરવાનો વિકલ્પ અપનાવી આગામી ર૦-૩૦ વર્ષની સમસ્યાને નજર સમક્ષ રાખી પાંચ વર્ષ જુદા-જુદા વિસ્તારમાં જયા રસ્તા પહોળા કરવાની વધુ જરૂરીયાત હોય તેવા વિસ્તારના રસ્તાને અગ્રતા આપી સમયાંતરે ૧ થી પ વર્ષમાં જરૂરીયાત મુજબ રસ્તા પહોળા કરવાનો રોડ મેપ બનાવવો જોઇએ.

ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટર પોલીસ કમ્શ્નિર મ્યુનિસિપલ કમિશ્નર તથા મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ એક કમીટી રચીને ટ્રાફીક સમસ્યા નિવારવાના પ્રશ્નને ગંભીર ગણી અંગત રસ દાખવી રોડમેપ બનાવે અને આ રોડમેપ ઉચ્ચ અધિકારીઓના ટેબલ પરજ હોવો જોઇએ જેથી કયારેય પોલીસ કમિશ્નર, મ્યુકમિશ્નર કે પદાધિકારીઓ બદલી જાય તો પણ રોડમેપની કામગીરી પાંચવર્ષ સુધી અતુટ રહેવી જોઇએ અને અગ્રતાના ધોરણે રસ્તાઓ પહોળા કરવા માટે કામગીરી થતીજ રહેવી જોઇએ તોજ રાજકોટવાસીઓને ટ્રાફીક સમસ્યામાંથી મુકતી મળશે સાથોસાથ પોલીસ જવાનોને પણ થોડી હળવાશ રહેશે.અકિલાએ આ માટે કેટલાક રસ્તાઓનુું સવાર સાંજ મુખ્ય રોડ અને ચોકમાં વાહનોની અવર જવારથી સર્જાતી ટ્રાફીક સમસ્યાનું નિરીક્ષણ કરીને કયાં ચોકમાં ચોકની ગોળાઇ કરવાથી તેમજ કયા રસ્તાઓ મીનીમમ પ થી લઇ ૧૦ ફુટ સુધી પહોળા થઇ શકે છે તેની વિસ્તૃત વિગતો ટ્રાફીક સમસ્યા નિવારવા રજુ કરીને અધિકારીઓ પદાધિકારીઓએ સમયાંતરે આ સમસ્યા ઉકેલવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.

અહેવાલઃ 

કિશોર કારિયા

મો.૯૮રપ૮ ૩૦૪૯૯

(4:02 pm IST)