Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશો સન્યાસીઓ માટે પીરસાયો 'સાહિત્ય રસ'

ઓશોના નવા મેગેઝીનો 'યેશ ઓશો', 'ઓશો વર્લ્ડ' ઓશો ટચ ઉપલબ્ધ : પરિવર્તનનો પવન ફૂકી જીવનયાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ તૈયાર, સ્વામિ સત્યપ્રકાશજી દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ, સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી સાંભળી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યેશ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોચાડવાની જ્ઞાનગંગારૂપ યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગણ ધપાવાય રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતું માસિક હિન્દી મેગેઝીન યેશ ઓશો : પરિવર્તન સે ભયભીત ? કિતના હી રોકના ચાહે, પકડના ચાહે, પર સબકુછ બદલતા ચલાજાતા હૈ.. ઔર હર બદલાવ સે ભય લગતા હૈ, અસુરક્ષા ઘેર લેતા હૈ, કયો ન ખોજ લે વહ બિંદુ અપને હી ભીતર, જો કભી નહી બદલતા ? કહી ચીજે બદલના જાયે, ઉસે સ્મરણ રખો જો કભી નહી બદલતા, સ્વયં કો અલગ જાનો, યહ જગત પરિવર્તન કા હૈ, અપના ફોકસ બદલ લે, અચલ કેન્દ્ર કે સભી પરિવર્તન કો પરિવર્તન સે વિસર્જીત કરો, મૃત પથ્થર હોના ચાહેંગે યા એક નાફૂલ ફૂલ રેત કે મહલોમે સ્થાપિત્વ ખોજ રહે હો ? બદલતી પરિસ્થિતિયો મે સમભાવ, રોજ બરોજ કે પ્રશ્ન વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાન, મીટ્ટી કે દીયે, સીપ કે મોતી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી, સ્વાસ્થ્ય, ચોટ પહુચેગી પર કહના તો હોગા તથા વિશેષ સંપાદકીય લેખ મેરેલોગ.

દિલ્હીથી પ્રકાશીત થતું માસીક હિન્દી મેગેઝીન ઓશો વર્લ્ડ :  જીવન હી મંદિર હૈ, કૃષ્ણ : ભકિતભી ભગવાનભી, મન કી શાંતિ, નિર્વાણ ઔર મહાપરિનિર્વાળ, કૃષ્ણ : એક પુર્ણ અવતાર, સાધના ઓર ઉપાસના, કૃષ્ણ કા આંતરીક જીવન, કૃષ્ણ સિધ્ધ હૈ, સાધક નહી, મહાનિર્વાળ કો ઉપલબ્ધ સદગુરૂ કેૈસે સહાયતા કરતા હૈ ?, મન કી શાંતી કહી ધોખા તો નહી ? ખિલને કા આનંદ એક જૈસા હૈ, સન્યાસ કી ક્રાંતી હૈ મનોરંજન, મેરે તો ગિરધર ગોપાલ, કૃષ્ણ ઔર અર્જુન, વિજ્ઞાન કા ચિંતન, સાક્ષી હોને કી ભ્રાંતિ, હમ શાંત હૈસે હો ? સુખ કી કલા, અચેતન કો ભેદન કા ધ્યાન, અહંકાર કૈસે પેદા હોતા હૈ ? જીઓ ધ્યાન કો જીઓ, મેરા પ્રિય ભારત, રહસ્યદર્શી સદગુરૂ, વિજ્ઞાન ભૈરવતંત્ર, બૌધ કથા, સ્વાસ્થ્ય, ધ્યાન વિધિ, મૃત્યુમાં અમૃત ગમય, સમાચાર સમીક્ષા, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ મહાપરિનિર્વાણ કી ધન્યતા.

અમદાવાદથી પ્રકાશીત થતું ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસિક મેગેઝીન ઓશો ટચ, મોક્ષ તમારી નિજતા છે. અભીપ્સા અને આંકાક્ષા. શુ સંસારમાં આપણું કોઇ નથી ? જીવનનો પ્રારંભ અને અંત, જીવેષણા શુ છે ? તમારૂ અંતઃકરણ જે કહે એ જ તમારો સિધ્ધાંત છે. જીંદગીનો અર્થ શું છે ? ધ્યાન અને વિજ્ઞાન, સમસ્યા જૂની અને નવી પેઢીની, શું ઇશ્વર અને અ-મન અવસ્થા એક જ વસ્તુ છે ? બાળકમાં મૃત્યુ વિશે જાણવાની જિજ્ઞાસા, નવી પેઢી વાલીઓ માટે આટલી સમસ્યારૂપ છે ? ટીનેજરોને સમજો અને સ્વીકારો, વૃધ્ધાવસ્થાનો ભય, અંતિમ જન્મ કયારે, કામવાસના એક શુધ્ધ ઉર્જા છે, કામવાસના સમસ્યા નથી, તમારી મહત્વકાંક્ષા સિવાય બીજું કોઇ તમારો રસ્તો નથી રોકી રહ્યુ, તથા વિશેષ સંપાદકીય લેખ.

અત્રે નોંધનીય છે કે ઓશો મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે કે ઘર પર બેઠા નકલ મંગાવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી પર મળી શકાય છે.

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટક મો. ૯૪૨૬૯ ૯૯૮૪૩, રાજનભાઇ સંઘાણી મો. ૯૨૨૭૫ ૭૬૮૯૧.(૪૫.૩)

(4:00 pm IST)