Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સરિશ્રુપોને બચાવવા વર્કશોપ

રાજકોટઃ ''વાઈલ્ડ સૌરાષ્ટ્ર'' દ્વારા સૌપ્રથમવાર સર્પ અને અન્ય સરિશ્રુપોને બચાવવા એકદિવસીય સેમિનાર તથા ટ્રેનિંગ વર્કશોપ યોજાયો હતો. જેમાં ઈંડિયન હર્પેટોલોજિકલ સોસાયટી પુનેના સ્થાપક નિલમકુમાર ખૈરે, સંસ્થાના વૈજ્ઞાનિક ડો.વરદ ગીરી, ગુજરાતના સીનીયર હર્પેટોલોજિસ્ટ ડો.રાજુભાઈ વ્યાસ, સ્કાય ફોરેસ્ટ યુથ કલબ કેશોદના રેવતુભા રાયજાદા, માધવપુર ઘેડના પ્રખર સર્પવિદ અરૂણભાઈ દેવાણી, રાજકોટના પ્રધ્યુમન પાર્કના સુપરિટેંડંટ રાકેશભાઈ હિરપરાએ રસપ્રદ માર્ગદર્શન આપ્યૂ હતું આ તકે ૬૦ જેટલા સભ્યોને યોગદાન બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તમે ભાવેશભાઈ ત્રિવેદી (મો.૯૪૨૬૮ ૧૬૧૦૦)ની યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)