Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

તરણેતર મેળામાં તુરી બારોટ સમાજ સેવા પ્રસરાવશેઃ ત્રણ દિવસ વિનામૂલ્યે અન્નક્ષેત્ર ધમધમશે

શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ દ્વારા સતત ૨૨માં વર્ષે અવિરત સેવા : સાધન સામગ્રીનો ટ્રક રવાના : સંતવાણી - સંતપૂજન - સત્કાર સમારંભનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૧ : શ્રી સમસ્ત તુરી બારોટ સમાજ સેવા મંડળ - રાજકોટ સંસ્થા છેલ્લા એકવીસ વર્ષથી અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે અન્નક્ષેત્ર તા.૧૨ થી ૧૪ (બુધથી શુક્ર) ત્રણ દિવસ નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવશે. શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદ પાંચમ તા.૧૪ને બપોરે ૪ વાગ્યે તરણેતરના મેળામાં ભાવવંદના કાર્યક્રમ યોજાશે. જેમાં તરણેતરમાં આવતા અન્નક્ષેત્રના મહંતશ્રીઓ તથા સાધુ સંતો આર્શીવચન આપશે તથા સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. તેમજ સંસ્થાને વર્ષોથી સહકાર આપનાર દાતાઓ તથા આગેવાનોનું સત્કાર કાર્યક્રમ તથા સંત પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

તરણેતર અન્નક્ષેત્રના સાધન સામગ્રી સાથેના ટ્રકને આગેવાનો દ્વારા રવાના કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાના સ્વપ્નદૃષ્ટા તેજાભાઈ રાજાભાઈ બારોટ દ્વારા કરવામાં આવશે. સાથે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ બારોટ, મહામંત્રી ભવાનભાઈ બારોટ, ઉપપ્રમુખ પ્રભાતરાય બારોટ, સહમંત્રી પ્રભાતકુમાર બારોટ, ખજાનચી હરીલાલ બારોટ, ટ્રસ્ટી કેશુભાઈ બારોટ, માધાભાઈ બારોટ, રણાભાઈ બારોટ, ગોવિંદભાઈ પરમાર, સહકાર્યકર, કમાભાઈ બારોટ, રણધીરભાઈ, દિલીપભાઈ, રાજેશભાઈ, લાલાભાઈ, વિજયભાઈ, સચિનભાઈ, ઘનશ્યામભાઈ, કમલેશભાઈ, જયેશભાઈ જગદીશભાઈ, જયેશભાઈ ગોવિંદભાઈ, વનરાજભાઈ, નરેશભાઈ, નાગાજણભાઈ, સંજયભાઈ, મુકેશભાઈ, હિમાંશુભાઈ તથા સિદ્ધાર્થભાઈ વાળા ટ્રક સાથે ૫૦થી વધુ કાર્યકરો અન્નક્ષેત્રમાં સેવા આપશે. તરણેતર અન્નક્ષેત્રમાં તા.૧૨ થી ૧૪, ત્રણ દિવસ ભજન, ભોજન સાથે આયોજન કરવામાં આવેલ છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. આ મેળામાં કાઠીયાવાડની લોક સંસ્કૃતિની પ્રતિતિ થાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ તથા લોક સંસ્કૃતિના દર્શનનો લ્હાવો લેવા દેશ-વિદેશથી ભાવિકો આવે છે. મેળામાં ત્રણ દિવસ નિઃશુલ્ક અન્નક્ષેત્ર દ્વારા ભજન - ભોજન સંતવાણીનો બહોળો પ્રમાણમાં ધર્મભકતો છેલ્લા એકવીસ વર્ષથી લ્હાવો લ્યે છે.

આ વર્ષે તરણેતરના મેળામાં ત્રણ દિવસ નામાંકિત કવિઓ, બારોટ સમાજના કલાકારો, લોકસાહિત્યના કસ્બીઓ તથા દાતાઓનો સત્કાર કાર્યક્રમ જેમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. તથા સંસ્થાના સત્કાર્યોના સહભાગી સમાજ શ્રેષ્ઠીઓનું શાલ, પ્રમાણપત્રની સન્માન કરવામાં આવશે તેમ પ્રમુખ જગદીશભાઈ બારોટ (મો.૯૪૨૬૪ ૬૦૪૬૮)ની યાદીમાં જણાવાયું છે.(૩૭.૯)

(3:57 pm IST)