Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રૈયામાં દિપક પરમારના ઘરમાંથી ૧૦ બોટલ ઇંગ્લીશ દારૂ મળ્યો

યુનિવર્સિટી પોલીસે દરોડો પાડ્યોઃ દિપકની શોધ

રાજકોટ તા. ૧૧: રૈયા ગામમાં પરમાર નિવાસ ખાતે રહેતાં દિપક વિનોદભાઇ પરમારના ઘરમાં દારૂની બોટલો હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડતાં રૂ. ૩૦૦૦નો ૧૦ બોટલ દારૂ મળ્યો હતો. જો કે દિપક હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પીએસઆઇ એન. બી. ડોડીયા, ધર્મરાજસિંહ ઝાલા, હરેશભાઇ, રાજુભાઇ, ઇકબાલભાઇ, રવિરાજસિંહ, ધમૈન્દ્રસિંહ સહિતે દરોડો પાડ્યો હતો. (૧૪.૫)

(3:54 pm IST)