Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સંતકબીર રોડ પર અલ્ટો કારમાંથી દારૂની ૧૫૬ બોટલ સાથે શૈલેષ કોળી પકડાયો

રાજકોટ તા ૧૧ : સંતકબીર રોડ પર બી.ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાંથી દારૂની ૧૫૬ બોટલ સાથે કોળી શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એફ. ડામોર, એ.એસ.આઇ. એમ.ડી ગોૈસ્વામી, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, એમ.એમ.ઝાલા, અજીતભાઇ લોખીલ, કીરણભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા, મનોજભાઇ મકવાણા, પ્રકાહભાઇ ખાંભરા, અને એભલભાઇ વારલીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મહેશભાઇ, અહજીતભાઇ અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ પર દરોડો પાડી જીજે-૩ કે.એચ.૪૯૮૬ નંબરની અલ્ટો કારમાંથી દારૂની ૧૫૬ બોટલ સાથે શૈલેષ કેશુભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૧) (રહે. માર્કેટીંગ યાર્ડ આંબાવાડી શેરી નં.૧) ને પકડી લઇ રૂા ૨,૪૬,૮૦૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)