Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઘરેલું હિંસાના કેસમાં પત્નીને ભરણ પોષણ નહીં ચુકવતા પતિને ૩૯૦ દિવસની સજાનો હુકમ

રાજકોટ તા ૧૧ : ઘરેલું હિંસાના કેસમાં ચડત ભરણપોષણની રકમ નહીં ચુકવતા પતિને ૩૯૦ દિવસની સજા કોર્ટે ફરમાવી હતી.

અત્રે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ડિમ્પલબેન નિલેશભાઇ વ્યાસે રાજકોટ ખાતે રહેતા પતિ નિલેશભાઇ યશવંતરાય વ્યાસ તથા તેમના કુટુંબીજનો એ શારીરીક માનસીક ત્રાસ આપી સગીર પુત્ર '' પુજન'' સાથે કાઢી મુકતા અત્રેની ફોજદારી કોર્ટમાં ડિમ્પલબેને ઘરેલું હિંસાનો ભરણ પોષણ મેળવવા અરજી કરી હતી જે અરજી ગુણદોષ ઉપર ચાલી જતા કોર્ટ દ્વારા સમાવાળા પતિને અરજીની તારીખથી અરજદારોને માસીક રૂા ૧૦૦૦૦/- ભરણપોષણ તરીકે ચુકવવા હુકમ કરેલ હતો.

આ હુકમ અનુંસંધાને અરજદારે ચડત ભરણ-પોષણની રકમ મેળવવા અરજી કરતા સામાવાળા પતિ પર રીકવરી વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ તેમની પાસે કોઇ સ્થાવર કે જંગમ મીલ્કત આવેલ નથી તેથી કોર્ટે દ્વારા જપ્તી વોરંટ ઇસ્યુ કરતા ૨,૬૩,૦૦૦/- રકમમાંથી ૨૯૦૦૦/- રકમ ચુકવેલ બાકી રહેતી રકમ ચુકવવા માટે કોર્ટ એ સામાવાળા પતિ ને રકમ ચુકવી આપવા માટે ઘણો સમય આપ્યો છતાં પણ બાકી રકમ ચુકવેલ નહીં

અરજદારના એડવોકેટ રમેશ દાવડાની રજુઆત વિવિધ અદાલતોના ચુકાદાઓ રજુ કરી મુળ અરજીના કામે થયેલ હુકમ મુજબની માસીક રકમ મેળવવા અરજદાર હક્કદાર છે, પરંતુ જયારેસામાવાળા પતિ એ હુકમ મુજબની રકમ ચુકવી આપેલ ન હોવાથી તેને પ્રતિ માસની ચડત ભરણ-પોષણની રકના ભંગ બદલ દિવસ ૩૦ લેખે જેલમાં મુકવાનું ભારપૂર્વક રજુઆત કરેલી હતી.

ઉપરોકત રજુઆતો ધ્યાને લઇ અત્રેના અધિક જયુડી. મેજી. વી.પી.મહેતા એ પતિ નિલેશભાઇ યશવંતરાય વ્યાસને કસ્ટડીમાં લઇ ૩૯ માસના ચડત ભરણખ્પોષણની રકમ પત્નીને ચુકવવામાં કસુર કરવા બદલ ૩૯૦ દિવસની કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.

આ કામે અરજદાર વતી એડવોકેટ રમેશ બી. દાવડા,પુનમ ગોૈસ્વામી, પીયુષ કોરીંગા રોકાયેલા હતા. (૩.૧૮)

(3:46 pm IST)