Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કાર્યવાહી રોકવાની માંગ ફગાવી બાંધકામ સમિતિમાં વિવિધ ઠરાવો

ચંદુભાઇએ કોર્ટ કાર્યવાહીનું કારણ ધરી વિરોધ પત્ર આપેલઃ શાસકોએ કહ્યુ સ્ટેટસ્કવો છે, સ્ટે નહિ

રાજકોટ તા. ૧૧ :.. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક આજે સવારે અધ્યક્ષ મગનભાઇ મેટાળિયાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં પંચાયત હસ્તકના ગેસ્ટ હાઉસના નવીનીકરણ સહિતના ઠરાવો કરાયા હતાં. સમિતિની કાર્યવાહી રોકવાની ચંદુભાઇ શીંગાળાની માંગ ફગાવવામાં આવી હતી.

સામાન્ય સભ્યએ બાંધકામ સમિતિની સત્તા પાછી ખેંચતો ઠરાવ કર્યો છે. આ મામલો હાઇકોર્ટમાં પડતર છે. તેથી આજે બાંધકામ સમિતિની બેઠકમાં કોઇ ઠરાવ ન કરવા જોઇએ તેવી માંગણી સાથેનો પત્ર પંચાયતના સભ્ય ચંદુભાઇ શીંગાળાએ ગઇકાલે અધિકારીઓ અને પદાધિકારીઓને સોંપેલ આજે બેઠકની કાર્યવાહી શરૂ થતા સભ્ય સચિવ કાર્યપાલક ઇજનેર બી. બી. પરમારે આ પત્રનું વાંચન કર્યુ હતું. જો કે ચેરમેન જુથે તેમાં હાઇકોર્ટનો સ્ટે. હોવાનું નકારી વિકાસ કામોમાં વિવિધ ઠરાવો કર્યા હતાં. મંજૂર થયેલ કામોને વહીવટી મંજૂરી આપી હતી.

બેઠકમાં ચેરમેન મગનભાઇ મેટાળિયા, સભ્યો ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજા અને સોનલબેન શીંગાળા (બન્ને ભાજપ), વિપુલ ધડુક હાજર રહ્યા હતાં. (પ-રપ)

(3:46 pm IST)