Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બારદાન કાંડમાં ધરપકડ સામેનો મહેશ તુલ્લીનો સ્ટે રદ કરાવવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ ફરી દિલ્હી પહોંચી

નામંજુર થયેલો ૧૩.૮૦ કરોડનો વિમો મંજુર કરાવવા મનોજ બ્રહ્મભટ્ટે ૫૦ લાખની લાંચ આપી હતી

રાજકોટ તા. ૧૧: ગુજકોટના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટ દ્વારા મગન ઝાલાવડીયા અને પરેશ સંખાવરા સાથે મળીને રાજકોટના જુના માકેૈટ યાર્ડના બારદાનના જથ્થાને કોઇપણ રીતે આગ લગાવડાવી કાવત્રુ ઘડી રોકડી કરી લેવાના કોૈભાંડમાં યાર્ડના બારદાનનો નામંજુર થયેલો રૂ. ૧૩ કરોડ ૮૦ લાખનો વીમો મંજુર કરાવવા મનોજ બ્રહ્મભટ્ટે દિલ્હીના એડવોકેટ મહેશ તુલ્લીને રૂ. ૫૦ લાખની લાંચ આપ્યાનું ખુલતાં ક્રાઇમ બ્રાંચની ટૂકડી દિલ્હી ગઇ હતી. પણ મહેશ પોલીસને જોતા જ બેહોશ થઇ ગયેલ અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલ. કોર્ટનું શરણું લઇ વચલો રસ્તો કાઢતાં પોલીસ તેને લીધા વગર જ પરત ફરી હતી. હવે ફરીથી પોલીસ તેની ધરપકડ સામનો સ્ટે રદ કરાવવા દિલ્હી પહોંચી છે.

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમ ફરીથી દિલ્હી રવાના થયા છે. મહેશ તુલ્લીએ પોતાની ધરપકડ સામે સ્ટે મેળવી લીધો હોઇ તે રદ્ કરાવવાની કાર્યવાહી માટે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ વધુ એક વખત દિલ્હી પહોંચ્યાનું જાણવા મળ છે. (૧૪.૧૧)

(3:43 pm IST)