Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કે.કે.વી. ચોકમાં ચાર માર્ગીય અન્ડરબ્રીજઃ ટેન્ડર પ્રસિદ્ધ

૧૯ કરોડના ખર્ચે બ્રીજ બનશે જે રાજકોટનો પ્રથમ એવો બ્રીજ હશે કે જે ફલાયઓવર નીચેથી પસાર થશે

રાજકોટ, તા. ૧૧ :. શહેરના હાર્દસમા કાલાવડ પર આવેલ કે.કે.વી. ચોકમાં ભારે ટ્રાફીકની સમસ્યા સર્જાય રહી છે ત્યારે આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા કે.કે.વી. ચોકમાં હાલ જે ફલાયઓવર છે તેની નીચે બીજો ચારમાર્ગીય અન્ડરબ્રીજ બનાવવાનો નિર્ણય લીધો છે અને આ માટે ટેન્ડરો પ્રસિદ્ધ થયાનું જાણવા મળ્યુ છે.

આ અંગે કોર્પોરેશનના ઈજનેરી સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ફલાયઓવરનું નિર્માણ કરવા છતા કાલાવડ રોડ ઉપર કે.કે.વી. ચોકમાં અસહ્ય ટ્રાફીકજામની સમસ્યા યથાવત છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા કે.કે.વી. ચોકમાં ૭ાા - ૭ાા મીટરના ૪ બોગદાવાળો ચારમાર્ગીય અન્ડરબ્રીજ બનાવવાનો નિર્ણય લીધો છે. આ અન્ડરબ્રીજ સેન્ટ મેરી સ્કૂલથી શરૂ થઈ સામેની બાજુએ રોયલ પાર્ક સુધી લાંબો બનશે. નોંધનીય છે કે આ બ્રીજ કુલ ૧૯ કરોડના ખર્ચે બનશે. બ્રીજ બનતા ટ્રાફીકનુ ભારણ હળવુ થશે.(૨-૧૮)

(3:43 pm IST)