Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પૂ.ઇન્દુબાઇ મ.સ.તીર્થધામમાં ગુરૂવારે સવંત્સરી મહાપર્વની ધર્મ આરાધના

રાજકોટ તા.૧૧: ગો-સંપ્ર.ના સોૈરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સંવત્સરી મહાપર્વ નિમિતે ભવ્યાતિભવ્ય ધર્મ આરાધનાઓ થશે. જેમાં સવારે ૮:૩૦ કલાકે ભકતામર પાઠ જાપ, ૯:૩૦ કલાકે ''ચાલો જઇએ ક્ષમાના શિતલ ઝરણે'' ઉપર લાક્ષણિક શૈલીમાં પ્રવચન. ૧૦:૧૫ કલાકે ભવ્યાતિભવ્ય ભકિતરસ તથા લાખેણાં ઇનામો તથા વ્યાખ્યાન પુર્ણ થયા બાદ પૂ. મોટા મહાસતીજીનું જીવંત માંગલિક સંભળાવવામાં આવશે. વ્યાખ્યાન પછી તુરત જ અંતર આલોચના તથા સાંજે ભાઇઓ-બહેનો-બાળકો-વૃદ્ધો માટે પ્રતિક્રમણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે સમુહ ક્ષમાપના, ૮:૪૫ કલાકે તપસ્વીઓના સમુહ પારણાં જેમણે નાલંદા તીર્થધામમાં તપસ્યા કરી હોય તેવા તપસ્વીઓના સમુહ પારણાં છે. તીર્થધામમાં તપ-ત્યાગની હેલી ચડી છે. મા ના ધામમાં દર્શન-માંગલિક-જાપ માટે જૈન-જૈનેત્તર સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અવિરત ચાલુ જ છે.આ તીર્થધામની ધરતી પર પૂ. મહાસતીજીની ૧૪ વર્ષની અખંડ પ્રબળ દિવ્ય સાધનાની અનુભુતિનો અહેસાસ થાય છે.

દરરોજ વિવિધ પ્રભાવનાઓ-બહુમાન વગેરે થઇ રહયું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી આદિનાથ ટ્રસ્ટી મંડળ, ચંદ્રભકત મંડળ, સોનલ સેવા મંડળ જહેમત ઉઠાવી રહયા છે.(૧.૨૪)

(3:42 pm IST)